હૈદરાબાદમાં રવિચંદ્રન અશ્વિનની હાજરીમાં ક્રિકેટ એકેડમીની શરૂઆત કરવામાં આવી છે. લૉન્ચના દિવસે અશ્નિનની હાજરીથી વિદ્યાર્થીઓએ તેમની સાથે સમય વિતાવ્યો હતો. અશ્વિને બાળકો સાથે એગ્ઝીબીશન મેચમાં બોલીંગ કરી જેનાથી મોટા કદના ક્રિકેટર સાથે રમવાનું બાળકોનું સપનું પૂર્ણ થયું હતું.
ગૉડિયમ સ્કૂલ અને ગૉડિયમ સ્પોર્ટોપિયાના ડિરેક્ટર અને સંસ્થાપક કીર્તિ રેડ્ડીએ કહ્યું કે, આ અગાઉ અમે 5 બેડમિન્ટન એકેડમી શરૂ કરી છે. યુવાનોએ તે તમામ એકેડમીને પસંદ કરી છે અને હવે તો અશ્વિને પણ આ એકેડમીને મોટી બનાવવા મદદ કરી છે. મને વિશ્વાસ છે કે, અશ્વિન અને જેન-નેક્સ્ટ સાથે થયેલો નવો કરાર ઘણો આગળ સુધી જશે. નેક્સ્ટ ક્રિકેટ ઈન્સ્ટિટ્યૂટ ભવિષ્યના ચેમ્પિયન બનાવા માટે એક નવો રોડમેપ તૈયાર કરશે.