ઘરેલુ હિંસા બાબતે ધરપકડના વૉરંટનો સામનો કરી રહેલા ભારતીય ફાસ્ટ બોલર મહોમ્મદ શમીને હાલ રાહત મળી છે. તેમના વકીલ તેમની ધરપકડ અટકાવવામાં સફળ રહ્યાં છે. સલીમે કહ્યું કે આ કાર્ય કાયદાકીય પ્રક્રિયાની વિરૂદ્ધ કોઈ બાબતમાં હેતુ અને એવો કોઈ રસ્તો ન હતો જેમાં શમીને હાજર થવાનું કહી શકાય.
મોહમ્મદ શમી માટે રાહતના સમાચાર, ધરપકડનું વોરંટ સ્થગિત - કોલકાતા
કોલકાતાઃ IPCની કલમ 498Aના કેસમાં મોહમ્મદ શમીને મોટી રાહત મળી છે. પત્ની હસીન જહાંએ ક્રિકેટર શમી વિરૂદ્ઘ ઘરેલું હિંસાનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેમાં શમીના ધરપકડના વોરંટને હાલ અટકાવવામાં આવ્યું છે.
mohammed
વેસ્ટઈન્ડિંઝ પ્રવાસ પૂર્ણ થયા બાદ શમી અમેરિકા ચાલ્યા ગયા હતા અને હવે તે BCCI સાથે પોતાના વકીલના પણ સંપર્કમાં હતાં. BCCIના એક સીનિયર અધિકારીએ કહ્યું કે શમી 12 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે. હાલ તે પોતાના વકીલ સલીમ રહમાનના સંપર્કમાં છે.