ગુજરાત

gujarat

સુનિલ ગાવસ્કરે પોતાના ઓપનિંગ પાર્ટનર ચેતન ચૌહાણને આ રીતે આપી શ્રદ્ધાંજલી

By

Published : Aug 17, 2020, 9:56 AM IST

પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે પોતાના જોડીદાર ચેતન ચૌહાણને શ્રદ્ધાંજલી આપતાં કહ્યું કે, જ્યારે અમે ગળે લાગતા ત્યારે હું તેમને કહેતો કે 'ના, ના, આપણે હજી બીજી સદીની ભાગીદારી કરવાની છે અને તેઓ હસતા અને પછી કહેતા 'હે બાબા, તમે સદી બનાવો છો, હું નહીં.'

સુનિલ ગાવસ્કર
સુનિલ ગાવસ્કર

નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે પોતાના લાંબા સમય સુધી રહેનારા ક્રિકેટમાં ઓપનિંગ પાર્ટનર ચેતન ચૌહાણને શ્રદ્ધાંજલિ આપી હતી. જેનું મોત કોવિડ -19 સંબંધિત સમસ્યાઓના કારણે થયું હતું.

ચેતન ચૌહાણ

ચૌહાણને શ્રદ્ધાંજલિ આપતા સુનિલ ગાવસ્કરે કહ્યું, "આવ, આવ, ગળે મળ, આખરે આપણે આપણા જીવનની ફરજિયાત ઓવર રમી રહ્યાં છીએ." મારો ઓપનિંગ પાર્ટનર ચેતન ચૌહાણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં જ્યારે પણ મળતો ત્યારે મને આવી રીતે શુભેચ્છા પાઠવતો. આ મુલાકાત ચેતનના પ્રિય ગ્રાઉન્ડ ફિરોજશાહ કોટલા મેદાનમાં થતી હતી, જ્યાં ચેનત પર પીચ તૈયાર કરવાના હવાલો હતો. જ્યારે અમે ગળે લગાવતા ત્યારે હું તેમને કહેતો કે 'ના, ના, આપણે હજી બીજી સદીની ભાગીદારી કરવાની છે અને તેઓ હસતા અને પછી કહેતા 'હે બાબા, તમે સદી બનાવો છો, હું નહીં.'

તેમણે વધુમાં કહ્યું કે, બીજાને મદદ કરવાની તેમની ઇચ્છાએ તેમને રાજકારણ સાથે જોડી દીધા અને અંત સુધી તેઓ સેવા આપતા રહ્યાં. તે ખૂબ રમુજી વ્યક્તિ હતા. જ્યારે અમે રમતના સૌથી ખતરનાક બોલરોનો સામનો કરવા ઉતર્યા ત્યારે તેમનું પ્રિય ગીત 'મુસ્કપરા લાડલે મુસ્કુરા' હતું. પડકારોનો સામનો કરતી વખતે તણાવ ઘટાડવાની આ તેમની રીત હતી. મારો ઓપનિંગ પાર્ટનર હવે જીવંત નથી તો હું કેવી રીતે સ્મિત કરી શકું? ભગવાન તમારા આત્માને શાંતિ આપે, જોડીદાર.

ABOUT THE AUTHOR

...view details