- ઇંગ્લેન્ડના ક્રિકેટ નિર્દેશક એશ્લી ગિલ્સે કર્યો ખુલાસો
- હાથમાંથી ફિશ ટેન્ક પડી જતા જોફ્રા આર્ચરને પહોંચી હતી ઈજા
- ઈજા બાદ ECBએ આ ઘટનામાં વધુ તપાસ કરવાનો લીધો નિર્ણય
લંડન: ઇંગ્લેન્ડના ક્રિકેટ નિર્દેશક એશ્લી ગિલ્સે ખુલાસો કર્યો છે કે, ભારતના પ્રવાસ પહેલા એક ફિશ ટેન્ક એક્સિડન્ટને કારણે તેમના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને આંગળીમાં ઈજા થઈ હતી. ગિલ્સે જાહેર કર્યું કે, આ ઘટનાને કારણે આર્ચરને તેના જમણા હાથની વચલી આંગળી પર ઈજા પહોંચી હતી. જાન્યુઆરીમાં આર્ચરના ફ્લેટમાં આ બનાવ બન્યો હતો અને પછીના મહિનામાં તેની તબિયત સુધારા પર હોવા છતા ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) મેનેજમેન્ટે આ મામલે યોગ્ય રીતે તપાસ કરવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો:સુનીલ ગાવસ્કરે 'સોફ્ટ સિગ્નલ' અંગે પોતાનો મત વ્યક્ત કર્યો
ઘરની સાફસફાઈ દરમિયાન સર્જાયો હતો અકસ્માત
ગિલ્સે વધુમાં કહ્યું કે, "આ એક ષડયંત્ર હોય તેમ લાગી રહ્યું છે અને આ સાથે હાલમાં ટ્વિટર પર શું થઈ રહ્યું છે, તે હું જોઈ શકું છું. પણ, હા, તે ઘરની સાફસફાઈ કરી રહ્યો હતો. સાફસફાઈ દરમિયાન ફિશ ટેન્ક તેના હાથમાંથી પડી જતા જમણા હાથની વચલી આંગળી પર ઈજા પહોંચી હતી. જેના પર શસ્ત્રક્રિયા પણ કરવામાં આવી છે."
આ પણ વાંચો:IPL-2021: MI અને RCB વચ્ચે 9 એપ્રિલે પ્રથમ મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ
IPLમાં રમવા અંગેનો નિર્ણય બાદમાં લેવાશે
"તેઓએ ઓપરેશન કર્યું છે અને મને લાગે છે કે તેમને ઘામાંથી કાચનો એક નાનો ટુકડો પણ મળ્યો હતો. તે દેખીતી રીતે સાજો થઈ ગયો છે, પરંતુ કાચનો એક નાનકડો ટુકડો હજુ પણ તેની આંગળીમાં છે. આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેને રાજસ્થાન રોયલ્સ તરફથી રમવા અંગેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. આર્ચર ભારત સામેની 2 ટેસ્ટ અને પાંચેય ટી-20 મેચ રમ્યું હતું અને ત્યારબાદ તેને વન-ડે સિરીઝ અને IPLના પ્રારંભિક ભાગમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.