ગુજરાત

gujarat

ETV Bharat / sports

#worldcup 2019: અમિત શાહે ભારતીય ટીમને પાઠવી શુભકામના - #semifinals

સ્પોર્ટસ ડેસ્ક : વર્લ્ડકપની 40મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે રમાઈ હતી. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ભારતીય ટીમને બાંગ્લાદેશ વિરુદ્ધ મળેલી જીતની શુભકામના પાઠવી છે.

#worldcup 2019 અમિત શાહે ભારતીય ટીમને પાઠવી શુભકામના

By

Published : Jul 3, 2019, 10:33 PM IST

અમિત શાહે કહ્યુ કે, વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં પહોચવા માટે ભારતીય ટીમને શુભકામના પાઠવું છુ. ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને બોલર જસપ્રીત બુમરાહના શાનદાર પ્રદર્શન બદલ તેમજ આગામી મેચ માટે પણ ભારતીય ટીમને શુભકામના પાઠવી છે. ભારતીય ટીમે ICC વર્લ્ડ કપ-2019ના મેચમાં બાંગ્લાદેશને 28 રનથી હાર આપી હતી. આ જીત સાથે ભારતીય ટીમે સતત ત્રીજી વખત સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ધોની ટ્વિટ

ભારતીય ટીમની જીતમાં રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનું મહત્વનું યોગદાન રહ્યુ હતુ. રોહિત શર્માએ 104 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. તો બુમરાહે પણ બાંગ્લાદેશની 4 વિકેટ ઝડપી હતી. રોહિત શર્મા મેન ઓફ ધ મેચ રહ્યો હતો.રોહિતે વન-ડે કારકિર્દીની 26મી સદી ફટકારી છે. આ સદી સાથે રોહિતે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

અમિત શાહ ટ્વિટ

જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ટ્વિટ કર્યુ હતુ. તેમણે કહ્યુ કે, શાનદાર ટીમ છે. જય હિન્દ

ABOUT THE AUTHOR

...view details