રાયડુને વર્લ્ડ કપ-2019માં 15 સભ્યોની ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય ખેલાડીઓ શિખર ધવન અને વિજ્ય શંકર ઘાયલ થવા છતાં પણ તક ન મળતા અંબાતી રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. બંને ઈજાગ્રસ્ત ખેલાડીઓના સ્થાને ઋષભ પંત અને મંયક અગ્રવાલને તક આપવામાં આવી હતી.
અંબાતી રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત - gujarat
સ્પોર્ટસ ડેસ્ક : અંબાતી રાયડુને વર્લ્ડ કપ 2019માં 15 સભ્યોની ટીમમાં સ્થાન ન મળતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. વર્લ્ડકપ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં રાયડુને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો હતો.
અંબાતી રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત
રાયડુએ ટ્વિટ કર્યુ કે, વર્લ્ડ કપ જોવા માટે 3-D ચશ્માનો એક સેટ આર્ડર કર્યો છે.
રાયડુએ 47.05ની સરેરાશ સાથે 55 વન-ડેમાં કુલ 1,694 રન બનાવ્યા છે. તેમનો સર્વાધિક સ્કોર 124 રહ્યો છે. રાયડૂએ 3 સદી અને 10 અર્ધશતક પણ ફટકારી છે.રાયડુએ 6 T-20 મેચમાં 10.50ની સરેરાશથી માત્ર 42 રન બનાવ્યા હતા.