ગુજરાત

gujarat

ETV Bharat / sports

PSLની તપાસમાં 128 કોરાનાવાઈરસના ટેસ્ટ નેગેટીવ : PCB - પાકિસ્તાન ખેલાડીના કોરોના ટેસ્ટ

ગોકળ ગતીએ ચાલતુ પાકિસ્તાનની આખરે આંખ તો ખુલી, વિશ્વભરમાં કોરોના વાઈરસના ભયને કારણે ક્રિકેટ જગતની તમામ મોટી ઈવેન્ટસને સ્થગિત કરવામાં આવી છે, ત્યારે આખરે પાકિસ્તાનની છેલ્લી ધડીએ આંખ ઉધડતા PSL દ્વારા કોરાનાવાઈરસનો ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. જે બાદ PSLની ચાલી રહેલી પાંચમી સિઝન ગયા અઠવાડીયે સ્થગિત કરવામાં આવી છે. PSLના લીગ રાઉન્ડના મુકાબલા સમાપ્ત થઈ ચૂકયા છે. સેમીફાઈનલ 17 માર્ચે અને તેની ફાઇનલ 18 માર્ચે રમાવાની હતી. જે સતત વધતા કોરોનાવાઈરસના કારણે રદ્ કરવામાં આવી છે.

etv bharat
PSLની તપાસમાં 128 કોરાનાવાઈરસના ટેસ્ટ નેગેટીવ

By

Published : Mar 20, 2020, 3:10 PM IST

લાહોર : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરુવારે મિડિયાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, PSL રમનાર તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, મેચ અધિકારીઓ, પ્રસારણકર્તાઓ અને ટીમ માલિકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ટેસ્ટ કરવામાં આવેલા તમામ કેસ નેગેટીવ આવ્યા છે. વધુમાં PCBના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ વસિમ ખાને જણાવ્યું કે, PSL અને PCB ખેલાડીઓની વિશ્વસનીયતા અને પ્રસિદ્વી માટે આ કાર્યવાહી ખુબ જ સારી કરી છે કે મેચ અધિકારીઓ, પ્રસારણકર્તાઓ 10 કલાક સુધી રોકાયા બાદ તમામનો કોરોના ટેસ્ટ કરાવતા આ તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

કોરાનાવાઈરસના કારણે ઓસ્ટ્રેલીયા ન્યૂઝિલેંન્ડ સિરિઝ, IPL 2020, ભારત દક્ષિણ આફ્રિકા સિરિઝ, PSL, અને રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝને અધ વચ્ચેથી જ સ્થગિત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details