લંડનઃ ઇગ્લેન્ડના ઓપનર બેસ્ટ્મેન એલેક્સ હેલ્સે એ બધા સમાચારોને ખોટા ગણાવ્યા છે. જેમાં એ કહેવામાં આવ્યું હતુ કે, હેલ્સ જ્યારે પાકિસ્તાન સુપર લીગમાં મેંચ રમી રહ્યો હતો. ત્યારે તે કોરોના વાયરસના લક્ષણ થી ચેપગ્રસ્ત હતો.
પીએસએલમાં કરાચી કિગ્સ તરફથી રમનાર હેલ્સે એક નિવેદન આપ્યું કે, તેને તેના પરિવાર સાથે રહેવાની જરુરત હતી. એટલા માટે તે ટુર્નામેન્ટને જલ્દી જ છોડીને આવી ગયા હતા. તેમજ તેમણે કહ્યું કે, તે પીએસએલ છોડીને આવ્યા બાદ બીમાર પડ્યા હતા.
આ પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને કોમેન્ટર રમીઝ રાજાએ કહ્યું હતુ કે, લીગને એટલા માટે મુલતવી રાખવામાં આવી છે. આ લીગમાં ભાગ લેનાર ફેન્ચાઇઝી કરાચી કિંગ્સના એક ખેલાડીને કોરોના વાયરસથી ચેપગ્રસ્ત હતો.
એલેક્સ હેલ્સે કહ્યું કે અત્યારે ક્રિકેટમાં દુનિયામાં અને સોશિયલ મીડિયામાં એક અફવાહ ફેલાઇ રહી છે. જે જોતા મને અહેસાસ થયો કે, મારે મારી સ્થિતિને લઇને ખુલાસો કરવાની જરૂર છે. બીજા વિદેશી ખેલાડીઓની જેમ મને પણ પીએસએલ છોડવાની ઉતાવળ થઇ હતી. કારણ કે, કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યોં છે. જેથી આ સમયે મારે મારા પરિવારની પાસે રહેવુ જોઇએ હેલ્સે વધુમાં કહ્યું કે, હુ શનિવાર સુધીમાં ઇગ્લેન્ડમાં પહોંચી ગયો હતો અને ત્યા સુધી હુ સંપૂર્ણ રીતે ફીટ હતો અને મને કોઇ લક્ષણ નહોતા.
એલેક્સે કહ્યું કે, રવિવારે સવારે મને તાવ આવ્યો હતો અને ત્યારબાદ મેં સરકારની સૂચના પ્રમાણે મારી જાતને ભીડથી અલગ રાખ્યો હતો. તે એક પ્રક્રિયા છે જે હું હજી પૂર્ણ કરી રહ્યો છું. અત્યારે સંપૂર્ણ તપાસ શક્ય નથી, તેથી હું આશા રાખું છું કે, હવે જ્યારે તપાસ શક્ય બનશે, ત્યારે જ મારા સ્વાસ્થ્ય વિશે સંપૂર્ણ માહિતી મળી શકશે. આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને કહ્યું હતું કે, એક ખેલાડી કોરોનાગ્રસ્ત હતો, પરંતુ તે પાકિસ્તાનમાં નથી.