નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તરે બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને જલ્દી કોરોનાથી સારા થવાની પ્રાર્થના કરી હતી. અખ્તરે કહ્યું કે, સરહદ પાર અમિતાભના ફેન્સ સારા સ્વાસ્થની પ્રાર્થના કરી રહ્યાં છે.
અમિતાભ બચ્ચનના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા પર ટ્રોલ થયો અખ્તર - મહાનાયક અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી મળ્યા બાદ કેટલાક ક્રિકેટ દિગ્ગજોએ સારા સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી છે. અમિતાભ બચ્ચના સ્વાસ્થય પર ટ્વીટ કરી પૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તર ફરી એક વખત ટ્રોલર્સનો શિકાર થયો છે.
અખ્તરે પોતાના ટ્વીટમાં લખ્યું કે, "જલ્દી સારા થઈ જાઓ અમિત જી" સરહદ પાર ફેન્સ તમારા સ્વાસ્થની પ્રાર્થના કરી રહ્યાં છે. અમિતાભના સ્વાસ્થયની પ્રાર્થના કરવા પર અખ્તરને સોશિયલ મીડિયા પર ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો છે. એક યુઝર્સે લખ્યું કે, "બૉર્ડર પાર આતંકી રહે છે" नहीं चाहिए कोई भी जल्द से जल्द ठीक होने वाली दुआ."
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સહિત અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને હાલમાં મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીગ બીના ફેન્સમાં એક હતાશા છવાઈ ગઈ છે. લોકો તેની સારા સ્વાસ્થયની પ્રાર્થના કરી રહ્યા છે. આ પહેલા પણ શોએબ અખ્તર અનેક વખત સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો હતો.