પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 387 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં વેસ્ટ વિન્ડિઝની ટીમ 43.3 ઓવરમાં 280 રનમાં ઓલ-આઉટ થઈ ગઇ હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટોસ હારીને ટીમ ઈન્ડિયા પહેલા બેટીંગ માટે ઉતરી હતી અને 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 387 રન બનાવ્યા. જેથી હવે વેસ્ટ ઇન્ડીઝ સામે જીત માટે 388 રનનો લક્ષ્યાંક છે. ભારત તરફથી 'હિટમેન' રોહિત શર્માએ સૌથી વધુ 159 રન ફટકાર્યા. જ્યારે કે.એલ. રાહુલે 102 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રેયસ અય્યરે 32 બોલમાં 53 રન બનાવ્યા હતા.
કુલદીપ યાદવએ હેટ્રિક લીધા બાદ વિન્ડીઝએ ધબડકો વળ્યો હતો.
મેચની શરુઆતમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ પુરન અને હોપની લડાયક ઇનિંગને પગલે વિન્ડીઝ ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ભારતની શરુઆત શાનદાર રહી હતી. પ્રથમ વિકેટ માટે રોહિત શર્મા અને લોકેશ રાહુલ વચ્ચે 227 રનની ભાગીદારી નોંધાઈ હતી. પ્રથમ વિકેટ મેળવવા વિન્ડિઝને 37 ઓવર સુધી રાહ જોવી પડી હતી. રાહુલ 37મી ઓવરના અંતિમ બોલ પર અલઝારી જોસેફના બોલે, રોસ્ટન ચેઝના હાથે કેચ ઝડપાયો હતો. તેણે તેની 104 બોલની ઇનિંગ્સમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. લોકેશ રાહુલે 102 રન બનાવ્યા અને અલ્ઝારી જોસેફના હાથે કેચ આઉટ થયો. વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થયો હતો.
રોહિત શર્મા 159 રન બનાવીને આઉટ થયા. જ્યારે રોહિત શર્માએ તેની વન-ડે કારકિર્દીની 28મી સદી પુરી કરી હતી. શ્રેયસે 32 બોલમાં 53 રન ફટકાર્યા અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 350ને પાર પહોંચ્યો હતો. અંતિમ ઓવરમાં કેદાર જાદવે મોરચો સંભાળી 10 બોલમાં નાબાદ 16 રન બનાવ્યા. ભારતે 50 ઓવરના અંતે 5 વિકેટે 387 રન બનાવ્યા છે. સિરીઝમાં ટકી રહેવા ભારતે આ મેચ જીતવી ફરજીયાત હતી.