કાબુલ: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ઑપનર બેટ્સમેન નજીબ તારકાયે દુનિયાને અલવિદા કહ્યું છે. 29 વર્ષીય બૅટ્સમેનને માર્ગ અક્સમાતમાં ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
નજીબને એક કારે ટક્કર મારી હતી. જ્યારે તે માર્કેટમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તો ક્રોસ કરતા સમયે તેમની સાથે ગંભીર અક્સમાત સર્જાયો હતો.
અફધાનિસ્તાનના ઓપનર નજીબ તારકાયનું અક્સાતમાં થયું મોત આ સમગ્ર ઘટના અંગે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ટ્વિટ કરી માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, એસીબી અને ક્રિકેટ પ્રેમી દેશ અફઘાનિસ્તાને તેમનો બૅટ્સમેનને નજીબ તારાકાય ખોઈ ચૂક્યા છે. એક દુઃખદ દુર્ઘટનામાં તેમનું મોત થયું છે. જેનાથી અમે સૌ સ્તબ્ધ છીએ.
2014માં તારાકાયે ઝિમ્બામ્બે વિરુદ્ધ લિસ્ટ એમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે 24 મૅચોમાં 47.2ની એવરેજથી રન કર્યા છે. ગત્ત વર્ષ એપ્રિલમાં મિલ એનક રીઝન વિરુદ્ધ 200 રન ફટકાર્યા હતા. તેમણે પોતાના દેશ માટે 12 ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ અને એક વન ડે મૅચ રમી છે. 2017માં તેમણે નોઈડામાં ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં સૌથી મોટો સ્કોર 90 રનનો કર્યા હતા. આ મૅચ આર્યલેન્ડ વિરુદ્ધ રમાયો હતો.