નવી દિલ્હી: રમત-ગમતના સાધનો બનાવનારી કંપની એડિડાસ અને પુમા ભારતીય ક્રિકેટના નવા પ્રાયોજક બનવાની રેસમાં એક બીજાની ટક્કર આપતા નજરે આવ્યા છે. ટીમનો નાઇકી સાથે 14 વર્ષનો કરાર સપ્ટેમ્બર, 2020માં પૂર્ણ થઇ રહ્યો છે.
ટીમ ઇન્ડિયાની કીટ સ્પોન્સરની રેસમાં એડિડાસ અને પુમા સૌથી આગળ - Adidas, Puma look to fight it out for Team India kit sponsorship
BCCIના એક કાર્યકારીએ ખાનગી ન્યૂઝ એજન્સીને કહ્યું કે, 'એડિડાસ અને પુમાએ ભારતીય ક્રિકેટ ટીમની કીટ પ્રાયોજક બનાવવા માટે તૈયારી દાખવી છે. આ સિવાય ડ્રીમ-11 પણ વધુ એક કંપની હોઇ શકે છે.
BCCIના એક કાર્યકારીએ ખાનગી ન્યૂઝ એજન્સીને કહ્યું કે, એડિડાસ અને પુમા ભારતીય ટીમની કિટ પ્રાયોજક બનવા માટે રસ દાખવ્યો છે. આ સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક હશે, જે પણ કરાર કરવામાં આવશે. આ સિવાય ડ્રીમ-11 પણએક કંપની હોઇ શકે છે.
રિપોર્ટ્સ મુજબ, 'નાઇકીએ 2016માં કીટ પ્રાયોજકનો કરાર 370 કરોડ રૂપિયામાં રિન્યુ કર્યો હતો. જે 30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. નાઇકી દરેક મેચ માટે 87,34,000 રૂપિયા આપે છે. કોરોના વાઇરસના પગલે આ વર્ષે માર્કેટમાં મંદીના માહોલના પગલે નાઇકી માટે આ બજેટ મુશ્કેલ ભર્યુ રહેશે. BCCI તેના માટે ટેન્ડર બહાર પાડશે. જેથી અન્ય કંપનીઓને પણ તક મળી રહે.