કેટલાક ખેલાડીઓએ રમત-ગમતમાં માનસિક તણાવને લઈ તેમનો અભિપ્રાય આપ્યો છે. જેમાં ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે તે માનસિક તણાવના કારણે રિવૉલ્વર લઈ આત્મહત્યા કરવા નીકળ્યો હતો.
આ કારણે આત્મહત્યાનો નિર્ણય બદલ્યો
પ્રવીણે કહ્યું કે, રસ્તામાં તેમણે કારમાં તેમના બાળકોના ફોટા જોઈ તેમનો નિર્ણયમાં ફેરફાર કર્યો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લૈન મૈક્સવેલે માનસિક તણાવના કારણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, તે 2014માં માનસિક તણાવનો સામનો કરતો હતો, તેમણે પણ કહ્યું કે તેઓ ક્રિકેટ છોડવાનું વિચારી રહ્યો હતો.
18 નવેમ્બર 2007માં પાકિસ્તાન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર પ્રવીણ કુમારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2008માં ત્રિકોણીય સીરિઝ ફાઈનલમાં ગિલક્રિસ્ટ અને પોન્ટિંગની વિકેટ ઝડપી હતી. આ સીરિઝના 4 મેચમાં તેમણે 10 વિકેટ ઝડપી હતી.
પ્રવીણ કુમાર બિમાર