વિરાટ કોહલી કેપ્ટન તરીકે પોતાની 50મી મેચમાં બેવડી સદી ફટકારી છે. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઇનિંગ્સને બીજી ટેસ્ટના ત્રીજા દિવસે 275 રન સુધી મર્યાદિત કરી દીધી છે
આ સાથે, ત્રીજા દિવસની રમત સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શુક્રવારે ભારતે પ્રથમ ઇનિંગ્સ પાંચ વિકેટે 601 રનમાં જાહેર કર્યું હતું. આ સંદર્ભે, દક્ષિણ આફ્રિકા હજી પણ ભારતના સ્કોરથી 326 રન પાછળ છે. ભારતે દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગ્સ ઘટાડીને 275 રનમાં કરી છે. ભારત તરફથી અશ્વિને ચાર અને ઉમેશ યાદવે ત્રણ વિકેટ લીધી હતી.
મેચના બીજા દિવસે દક્ષિણ આફ્રિકા સાવ નબળી સ્થિતિમાં છે, બેટીંગ કરતા આ ટીમને માત્ર 15 ઓવરમાં 36 રન કરી 3 વિકેટો ગુમાવી છે. ભારતે 601 રન ફટકારી ઈંનિગ પર મજબૂત પકડ જમાવી છે.
પ્રથમ દિવસે ભારત સારી શરુઆત કરી હતી. મયંક અગ્રવાલે સતત બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. ચેતેશ્વર પુજાર 50 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 14 રને આઉટ થયો હતો. વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. રહાણે 59 રન બનાવીને આઉટ થયો છે. ભારતે 4 વિકેટે 381 રન ફટકારી દીધા છે.
વિરાટ કોહલીએ ટેસ્ટમાં 26મી સદી ફટકારી છે. મયંક અગ્રવાલ 108 રન બનાવીને આઉટ હતો, રબાડાએ ભારતની ત્રણેય વિકેટ લીધી. પ્રથમ દિવસના અંતે ભારતે 3 વિકેટે 273 રન ફટકાર્યા હતા.
ભારત બીજી ટેસ્ટમાં પુણે ખાતે દક્ષિણ આફ્રિકા સામે મજબૂત સ્થિતિમાં છે. ટોસ જીતીને બેટિંગ પસંદ કરતાં ભારતે દિવસના અંતે 3 વિકેટ ગુમાવીને 273 રન કર્યા હતા. ઓપનર મયંક અગ્રવાલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતાં 195 બોલમાં 108 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી હતી. તે સહેવાગ પછી દ.આફ્રિકા સામે સતત બે ટેસ્ટમાં સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બન્યો છે. ગઈ મેચમાં વિશખાપટ્ટનમમાં તેણે 215 રન ફટકાર્યા હતા. સહેવાગે 2010માં પ્રોટિયાસ સામે સતત બે ટેસ્ટમાં સદી મારી હતી. તેણે નાગપુરમાં 109 અને કોલકાતામાં 165 રનની ઇનિંગ્સ રમી હતી.
જેમાં ભારતે ટોસ જીતી અને બેટિંગ પસંદ કરી છે. મેચ જીતીને ભારતનું લક્ષ્ય સીરિઝ પર કબ્જો કરવા પર રહેશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા શર્મનાક હારને ભુલાવી સીરિઝમાં વાપસી કરવા માંગશે. ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે 203 રને જીત હાંસલ કરી હતી.