ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોણ છે એ જેણે 'હિટમેન' રોહિત અને 'ગબ્બર' ઘવનને કર્યા ક્લીન બોલ્ડ - કેશવ ડબાસ ન્યૂઝ

દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટી20 સીરીઝને લઈને ખેલાડીઓએ અરુણ જેટલી સ્ટેડિયમમાં ખૂબ પ્રેક્ટીસ કરી હતી. પરંતુ, આ બધાને વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે 19 વર્ષનો કેશવ. જેણે રોહિત અને શિખર ધવનને ક્લીન બોલ્ડ કર્યા છે. કેશવ ડબાસે 2 બોલમાં ભારતીય ઓપનર રોહિત અને શિખરને બોલ્ડ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતાં.

keshav dabas

By

Published : Nov 2, 2019, 7:17 PM IST

કેશવે ભારતીય ઓપનર રોહિત અને શિખરની વિકેટ લીધા બાદ શાંત થયા હતાં. જો કે ત્યારબાદ તેમને શિખર અને રોહિતની વિકેટ લેવા અંગેની બાબતે પૂછવા પર ક્હ્યું કે, ' ખુબ જ સારુ લાગ્યું' કેશવે કહ્યું કે, 'શાર્દુલે મને પૂછ્યુ કે તમે ક્યા ક્લબ તરફથી રમો છો'

આ પ્રથમ તક હતી કે જ્યારે કેશવને ભારતીય ક્રિકેટરો સામે બોલિંગ કરવા મળી. કેશવ સુરિન્દર ખન્ના ક્રિકેટ એકેડેમી તરફથી રમે છે. આ વર્ષે જૂનમાં પિતાને બ્રેઇન સ્ટ્રોકથી ગુમાવનારા કેશવે કહ્યું કે,' હું ક્રિકેટ રમું છું. હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. આશા છે કે એક દિવસ મારું સપનું સાકાર થશે'

ABOUT THE AUTHOR

...view details