હાલની ટૂર્નામેન્ટમાં બેવડી સદી લગાવનાર જૈસવાલ બીજા બેટ્સમેન છે. આની પહેલા વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને કેરળ તરફથી રમતી વખતે ગોવા સામે અણનમ 212 રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. વિજય હજારે ટુર્નામેન્ટની મેચમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ ઇનિંગની સાથે 17 વર્ષિય જૈસવાલ પણ લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર નવમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ભારતીય બેટ્સમેનો દ્વારા લિસ્ટ-એમાં નવ બેવડી સદીમાંથી પાંચ રન વનડેમાં બનાવ્યા છે.