- જાડેજાના ટ્વીટને લઇ સોશિયલ મીડિયામાં શરૂ થયો વીવાદ
- ટ્વીટમાં જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો હોવાથી અનેક લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયાઓ
- અગાવ રૈના પણ થયો હતો ટ્રોલ
જામનગર: ઇન્ડિયન ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકા અને ઇંગ્લેન્ડના પ્રવાસે છે. જોકે, હાાલ સોશિયલ મીડિયા પર ક્રિકેટર્સ વિવાદમાં છે. થોડા દિવસો અગાઉ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની એક કમેન્ટ પર વિવાદ વકર્યો હતો. જેમાં તેઓએ પોતાની જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો હતો. હવે આ મામલામાં જામનગરના ઓલરાઉન્ડર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનું પણ નામ સામે આવ્યું છે.
જાડેજાના ટ્વીટને લઇ સોશિયલ મીડિયામાં શરૂ થયો વિવાદ
રવીન્દ્ર જાડેજાએ ટ્વીટર પર એક ટ્વીટ કર્યું હતુું. જેમાં લખ્યું છે કે, રાજપૂત બોય, ફોરેવર જય હિન્દ આ ટ્વીટથી સોશિયલ મીડિયામાં વિવાદ શરુ થયો છે. રવીન્દ્ર જાડેજાએ તેની જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો હોવાથી અનેક લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.