નવસારી દેશમાં ખેલકૂદને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભનું આયોજન (Gujarat Sports Mahakumbh 2022) કરવામાં આવે છે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના દાવાઓ કરવામાં આવે છે, ત્યારે સરકારની ખેલાડીઓ પ્રત્યે કેટલીક ઉદાસીનતા અને ભેદભાવ સામે આવી રહ્યા છે. કરોડો રૂપિયા કમાતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરની તુલનાએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરો (International Disabled Cricketers) પોતાની આજીવિકા ચલાવવા માટે કેન્ટીનમાં સામાન્ય નોકરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે મજબૂર બન્યા છે. સરકારની એકને ગોળ અને બીજાને ખોળની નીતિ આ દિવ્યાંગ ક્રિકેટરની આજીજીમાં સ્પષ્ટ છલકાઈ રહી છે.
દેશને ખ્યાતિ અપાવવામાં દિવ્યાંગોનો ફાળો દેશનો ડંકો વિશ્વમાં વગાડવામાં દિવ્યાંગોનો ફાળો ઓછો નથી. સચિન કે વિરાટ જેવા ખેલાડીઓ જગત સામે આંખે ઊડીને વળગે છે, પણ દેશને ખ્યાતિ અપાવવામાં દિવ્યાંગો પણ એક મહત્વનું અંગ બની ગયા છે. નવસારીના એવા ખેલાડીની જેઓ ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમના (Indian Disabled Cricket Team) ખેલાડી છે. જેણે પોતાની કારકિર્દીની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે બાથ ભીડી મેન ઓફ ધ મેચ બની દેશને જીત અપાવી દેશનું નામ રોશન કર્યું હતું. ક્રિકેટર ઇમરાન અલ્લા રખા મલિક જેઓ 10થી 11 વર્ષની ઉંમરથી તેના માથે ક્રિકેટ રમવાની ધૂણી લાગી હતી. તેઓ 2009થી 2010માં રાજ્યકક્ષાએ મુંબઈ સામે જોનલ ટુર્નામેન્ટથી (Zonal Tournament 2010 against Mumbai) પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ પણ વાંચોકોમનવેલ્થમાં ગુજરાતનો ડંકો વગાડી ખેલાડી એરપોર્ટ પહોંચ્યા, કરાયું ભવ્ય સ્વાગત
ક્રિકેટરનું સપનુંઆ દરમિયાન પોતાની સામાન્ય પરિસ્થિતિ હોય તેઓ પાસે પોતાની કીટ અને બેટ ખરીદવાના પૈસા ન હતા. આવી પરિસ્થિતિમાં પોતાના અંગત મિત્રોની મદદ વડે તેઓ હાર ન માની જજુમતા રહ્યા હતા. એક દિવસ એવો આવ્યો જે દરેક ક્રિકેટરનું સપનું હોય છે. આ સપનું એમનું સાકાર થયું છે. ઇમરાન 2012થી 2013માં પાકિસ્તાન સામે T20 સિરીઝમાં ભારતીય ટીમનો હિસ્સો બન્યા અને ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સામેની T20 મેચમાં મેન ઓફ ધ મેચ (Man of the match in T20 matches) બની દેશનું નામ રોશન કર્યું હતું.