ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોચ રવિ શાસ્ત્રીએ એવું તો શું કહ્યું હતું કે વિરાટ કોહલીએ છોડી દીધી કેપ્ટનશિપ

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને વ્હાઇચ બોલની કેપ્ટનશિપ છોડવાની વાત કહી હતી. તેમનું માનવું હતું કે, આમ કરવાથી તે દુનિયાનો ટોચનો બેટ્સમેન બની રહેશે. જો કે અત્યારે આ વાતો એક રિપોર્ટના આધારે કહેવામાં આવી રહી છે.

કોચ રવિ શાસ્ત્રીએ એવું તો શું કહ્યું હતું કે વિરાટ કોહલીએ છોડી દીધી કેપ્ટનશિપ
કોચ રવિ શાસ્ત્રીએ એવું તો શું કહ્યું હતું કે વિરાટ કોહલીએ છોડી દીધી કેપ્ટનશિપ

By

Published : Sep 23, 2021, 4:00 PM IST

  • કોચ રવિ શાસ્ત્રીએ કોહલીને વ્હાઇટ બોલ ક્રિકેટની કેપ્ટનશિપ છોડવાની આપી હતી સલાહ
  • 6 મહિના પહેલા આપી હતી સલાહ, પરંતુ કોહલીએ નહોતી માની વાત
  • વિરાટ કોહલી હજુ પણ વનડે ક્રિકેટનો કેપ્ટન બની રહેવા માટે ઇચ્છુક

નવી દિલ્હી: એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને સફેદ બોલ એટલા સુધી કે વનડેની પણ કેપ્ટનશિપ છોડવા અને બેટિંગ પર ધ્યાન આપવાનું સૂચન આપ્યું હતું.

કોહલી દુનિયાનો ટોચનો બેટ્સમેન બની રહે તે માટે કર્યું હતું સૂચન

રિપોર્ટ પ્રમાણે તેમણે ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશિપ ચાલું રાખવા માટે કહ્યું હતું. ઇન્ડિયા અહેડ પ્રમાણે, કોચ દ્વારા આ સલાહ કોહલીને પ્રેરિત કરવા માટે આપવામાં આવી હતી જેનાથી તે દુનિયાનો ટોચનો બેટ્સમેન બની રહે.

2023 પહેલા જઈ શકે છે કોહલીની વનડે કેપ્ટનશિપ

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, કોહલીની કેપ્ટનશિપ વિશે વાતો ત્યારે શરૂ થઈ, જ્યારે ભારતે પોતાના નિયમિત કેપ્ટન વગર ઑસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી હતી. હવે એ વાતના પણ સંકેત મળી રહ્યા છે કે જો ચીજો યોજના પ્રમાણે નથી થતી તો વર્ષ 2023 પહેલા કોઈપણ સમયે કોહલીએ વનડેની કેપ્ટનશિપ પણ છોડવી પડી શકે છે.

ખેલાડી તરીકે હજુ પણ કોહલી ટીમને ઘણું બધું આપી શકે છે

તેમણે કહ્યું કે, "શાસ્ત્રીએ લગભગ 6 મહિના પહેલા કોહલી સાથે વાત કરી હતી, પરંતુ કોહલીએ શાસ્ત્રીની વાત નહોતી માની. તે અત્યારે પણ વનડે મેચોમાં કેપ્ટનશિપ કરવા ઇચ્છુક છે. આ કારણે તેણે ફક્ત ટી-20ની કેપ્ટનશિપ છોડવાનો જ નિર્ણય કર્યો. ત્યાં સુધી કે બૉર્ડ પણ આ વાત પર ચર્ચા કરી રહ્યું હતું કે, કોહલીનો એક બેટ્સમેન તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય છે. આવું એ માટે છે કે તેની પાસે હજુ પણ એક ખેલાડી તરીકે ઘણું બધું આપવા માટે બચ્યું છે."

વધુ વાંચો: કોહલીની કેપ્ટનશીપથી નાખુશ હતા ઈન્ડિય ક્રિકેટ ટીમ મેમ્બર્સ

વધુ વાંચો: વિરાટ કોહલીએ T20 World Cup પછી સુકાની પદ છોડવાની જાહેરાત કરતા હવે રોહિત શર્મા બની શકે છે ટીમ ઈન્ડિયાના નવા સુકાની

ABOUT THE AUTHOR

...view details