બેંગલુરુ: ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે (Coach Rahul Dravid) સ્વીકાર્યું કે, વિવિધ પ્રસંગોએ રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરનારા છ કેપ્ટન સાથે કામ કરવું એ કંઈક એવું હતું. જેની તેણે યોજના નહોતી કરી. પરંતુ તે જ સમયે, દ્રવિડે તેની સકારાત્મક બાજુ વિશે વાત કરી કે, ભારતના કેપ્ટનમાં વારંવાર થતા ફેરફારોએ તેને ટીમમાં લીડર બનાવવાની તક આપી.
આ પણ વાંચો:રાજકોટના પરાક્રમ બાદ હાર્દિકે કાર્તિકને વધાવ્યો, તેને એક પ્રેરણા ગણાવ્યો
હાર્દિક પંડ્યાને બનાવવામાં આવ્યો કેપ્ટન:દ્રવિડે ગયા વર્ષે નવેમ્બરમાં ભારતીય ટીમના મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું અને ગયા વર્ષે જુલાઈમાં શ્રીલંકાના સફેદ બોલની શ્રેણીમાં (White ball series) શિખર ધવન ઉપરાંત રોહિત શર્મા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ અને ઋષભ પંત સાથે કામ કર્યું હતું. હાર્દિક પંડ્યાને ભારતના ટૂંકા બે મેચના આયર્લેન્ડ પ્રવાસ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે.તેમણે જણાવ્યું હતું કે, તે રોમાંચક અને પડકારજનક પણ રહ્યું છે,છેલ્લા આઠ મહિનામાં સંભવત લગભગ છ કપ્તાન રહ્યા છે જેની સાથે મારે કામ કરવાનું હતું, જ્યારે મેં પહેલીવાર શરૂઆત કરી ત્યારે તે ખરેખર આયોજિત નહોતું, પરંતુ કોરોનાવાયરસને (Corona virus)કારણે આમ કરવાની ફરજ પડી હતી, જેના કારણે ટીમના મેનેજમેન્ટ અને કેપ્ટનશિપમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:ભારત પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતર્યું
દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ નિરાશાજનક હતો:મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભારતીય ટીમના પ્રદર્શન પર દ્રવિડે આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે 2-1ની ટેસ્ટ શ્રેણીની હાર તરફ ધ્યાન દોર્યું હતું.અમે સતત શીખી રહ્યા છીએ, સુધારી રહ્યા છીએ અને છેલ્લા આઠ મહિનામાં વધુ સારા થવાની તકો મળી છે. અમે ઘણાં વિવિધ લોકો સાથે કામ કરવાનો પ્રયાસ કર્યો છે, જે ખૂબ સરસ રહ્યું છે. તેણે વધુમાં કહ્યું કે,જ્યારે હું છેલ્લા આઠ મહિનામાં પાછળ જોઉં છું, ત્યારે ટેસ્ટ શ્રેણીના સંદર્ભમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ થોડો નિરાશાજનક હતો. દ્રવિડે યુવા પ્રતિભાને ઉભરવા અને IPL 2022માં તેના શાનદાર પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી, જે તેને લાગ્યું કે ભવિષ્યમાં ભારતીય ટીમને મદદ કરશે.