- ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના 2 વિકેટે 215 રન
- પૂજારા 91 અને કોહલી 45 રન બનાવીને રમતમાં
- ભારત હજુ પણ ઇંગ્લેન્ડથી 139 રન પાછળ
- ઇંગ્લેન્ડની પહેલી ઇંનિંગ 432 રન પર સમેટાઈ
લીડ્સ: ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ આજે 432 રન પર સમેટાઈ ગઈ અને તેણે 354 રનની સરસાઈ મેળવી. સ્ટમ્પ્સ સુધી પુજારા 180 બૉલમાં 15 ચોગ્ગાની મદદથી 91 રન અને કેપ્ટન વિરાટ કોહલી 94 બૉલમાં 6 ચોગ્ગાની મદદથી 45 રન બનાવીને ક્રીઝ પર છે.
ભારતે કે. એલ. રાહુલના રૂપમાં ગુમાવી પહેલી વિકેટ
ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલી રૉબિન્સન અને ક્રેગ ઑવરટોનને એક-એક વિકેટ મળી છે. ઇંગ્લેન્ડને પહેલી ઇનિંગમાં ઑલઆઉટ કર્યા બાદ બેટિંગમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાએ સાવધાનીપૂર્વક રમવાનું શરૂ કર્યું. ઇંગ્લેન્ડના બૉલરોએ ભારતીય બેટ્સમેનો પર દબાવ બનાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા. આ દરમિયાન ઑવરટોને લોકેશ રાહુલને આઉટ કરીને ભારતને પહેલો ઝાટકો આપ્યો. રાહુલે 54 બૉલમાં 8 રન બનાવ્યા.
રોહિત શર્માએ બનાવ્યા 156 બૉલમાં 59 રન
બીજા સત્રમાં પૂજારા અને રોહિતે ભારતીય ઇનિંગને સંભાળી અને બંનેએ બીજી વિકેટ માટે 82 રનની ભાગેદારી કરી. લયમાં જોવા મળી રહેલો રોહિત શર્મા જો કે અડધી સદી બનાવ્યા બાદ રૉબિન્સનની બૉલિંગમાં LBW આઉટ થયો. તેણે 156 બૉલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 59 રન બનાવ્યાં. ત્યારબાદ પૂજારાએ કોહલીની સાથેે ઇનિંગ આગળ વધારી અને બંને બેટ્સમેનોની વચ્ચે દિવસની રમતના અંતે ત્રીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી બની ચૂકી છે.