ગુજરાત

gujarat

ETV Bharat / sports

DAVID WARNER: ટેસ્ટ માંથી નિવૃતિ લેતા પહેલા ભારત સામે સિરીઝ જીતવા માંગે છે

એશેઝ શ્રેણી(Ashes Series)માં 12 દિવસમની અંદર 3-0ની લીડ બનાવ્યા બાદ, 35 વર્ષીય ડેવિડ વોર્નરે(DAVID WARNER) સ્વીકાર્યું કે તેનું કામ હજી પૂર્ણ થયું નથી. આ વર્ષે T20 વર્લ્ડ કપ(T20 World Cup)માં વોર્નર 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ'(Player of the Tournament) રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત આ ખિતાબ જીતાડ્યો હતો.

DAVID WARNER: ટેસ્ટ માંથી નિવૃતિ લેતા પહેલા ભારત સામે સિરીઝ જીતવા માંગે છે
DAVID WARNER: ટેસ્ટ માંથી નિવૃતિ લેતા પહેલા ભારત સામે સિરીઝ જીતવા માંગે છે

By

Published : Dec 29, 2021, 2:29 PM IST

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયન ઓપનરડેવિડ વોર્નર(DAVID WARNER) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લે તે પહેલા ઇંગ્લેન્ડમાં 2023ની એશેઝ શ્રેણી(Ashes Series) જીતવા માંગે છે અને ભારતને તેમની જમીન પર હરાવવા માંગે છે. એશિઝ શ્રેણીમાં 12 દિવસની અંદર 3-0ની લીડ બનાવ્યા બાદ 35 વર્ષીય વોર્નરે સ્વીકાર્યું કે તેનું કામ હજી પૂર્ણ થયું નથી, આ વર્ષે T20 વર્લ્ડ કપમાં વોર્નર 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ'(Player of the Tournament) રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત આ ખિતાબ પર કબ્જો મેળવ્યો હતો.

વોર્નરનો રેકોર્ડ ખરાબ રહ્યો છેલ્લી મેચોમાં

વોર્નરે જણાવ્યું કે, તેણે 'ESPN Cricinfo'ને કહ્યું કે, "અમે હજુ સુધી ભારતને ભારતમાં હરાવ્યું નથી, અમે તે કરવા માંગીએ છીએ. 2019માં ઈંગ્લેન્ડમાં શ્રેણી ડ્રો થઈ હતી પરંતુ આશા છે કે અમે આ વખતે જીતીશું." ઇંગ્લેન્ડમાં ત્રણ શ્રેણીમાં 13 ટેસ્ટ અને ભારતમાં બે શ્રેણીમાં આઠ ટેસ્ટ રમનાર વોર્નરનો બંને દેશોમાં રેકોર્ડ ખરાબ રહ્યો છે. તેણે અનુક્રમે 26 અને 24ની એવરેજથી રન બનાવ્યા છે અને એક પણ સદી ફટકારી શક્યો નથી.

નવા વર્ષમાં મોટી ઇનિંગ્સની રાહ જોઈ રહ્યો છે વોર્નર

આગામી એશિઝ શ્રેણી સુધીમાં, વોર્નર 37 વર્ષનો થઈ જશે પરંતુ ઉંમર તેના માટે માત્ર એક આંકડો જ છે. તેણે કહ્યું કે, "જેમ્સ એન્ડરસને વયોવૃદ્ધ ખેલાડીઓ માટે માપદંડો નક્કી કર્યા છે. હું મારી ટીમ માટે રન બનાવવાની કોઈ તક છોડવા માંગતો નથી. હું ફોર્મમાં છું, નવા વર્ષમાં મોટી ઇનિંગ્સની રાહ જોઈ રહ્યો છું."

આ પણ વાંચો : India v South Africa Test match: ભારતે પ્રથમ દાવમાં 10 વિકેટ ગુમાવીને 327 રન ખડક્યાં

આ પણ વાંચો :Ind vs SA: ભારતનો સ્કોર 272/3, રાહુલ સદી ફટકારીને ક્રીઝ પર હાજર

ABOUT THE AUTHOR

...view details