ગુજરાત

gujarat

ETV Bharat / sports

BCCI 2000 ઓક્સિજન કંસંટ્રેટર્સ દાન કરશે

દેશ હાલમાં કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત છે, જેના કારણે ઓક્સિજન અને અન્ય તબીબી ઉપકરણોની માગ વધી છે. આગામી કેટલાક મહિનામાં ભારતીય ક્રિકેટ બોર્ડ દેશભરમાં ઓક્સિજન કંસંટ્રેટર્સનું વિતરણ કરશે જેથી તે જરૂરીયાતમંદોને ઉપલબ્ધ કરાવી શકાય.

BCCI
BCCI

By

Published : May 25, 2021, 9:07 AM IST

  • BCCI 2000 ઓક્સિજન કંસંટ્રેટર્સ દાન કરશે
  • આરોગ્ય અને સલામતી હંમેશાં પ્રથમ સ્થાને
  • BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ સોમવારે કહ્યું કે, તે કોરોના મહામારી સામે લડવામાં મદદ કરશે, જે અંતર્ગત બોર્ડ 10 લિટરના 2000 ઓક્સિજન કંસંટ્રેટર્સ દાન કરશે.

આ પણ વાંચો: UAEમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થઈ શકે છે IPL-14નો બીજો તબક્કો

BCCI 2000 ઓક્સિજન કંસંટ્રેટર્સ દાન કરશે

દેશ હાલમાં કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત છે, જેના કારણે ઓક્સિજન અને અન્ય તબીબી ઉપકરણોની માગ વધી છે. આગામી કેટલાક મહિનામાં ભારતીય ક્રિકેટ બોર્ડ દેશભરમાં ઓક્સિજન કંસંટ્રેટર્સનું વિતરણ કરશે જેથી તે જરૂરીયાતમંદોને ઉપલબ્ધ કરાવી શકાય.

આરોગ્ય અને સલામતી હંમેશાં પ્રથમ સ્થાને

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું, "તબીબી અને આરોગ્ય કર્મચારીઓ સામેના યુદ્ધમાં કેવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે તે અંગે બોર્ડને ખબર છે. આ લોકો સાચા ફ્રન્ટલાઈન કાર્યકરો છે અને લોકોને બચાવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યા છે. આરોગ્ય અને સલામતીને બોર્ડે હંમેશાં પ્રથમ સ્થાન આપ્યું છે. ઓક્સિજન કંસંટ્રેટર્સથી લોકોને તાત્કાલિક રાહત આપવામાં આવશે અને દર્દીને સ્વસ્થ થવામાં મદદ મળશે. "

આ પણ વાંચો: ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે IPLમાં સમાવિષ્ટ ખેલાડીઓને આપ્યો આરામ

BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ

BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને 2018-19ની બેલેન્સશીટ મુજબ, તેની કુલ આવક રૂપિયા 14,489.80 કરોડ હતી.

ABOUT THE AUTHOR

...view details