- સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હર્ષલ ગિબ્સે (Former South African cricketer Herschelle Gibbs) BCCI પર કર્યા આક્ષેપ
- હર્ષલ ગિબ્સે (Herschelle Gibbs) BCCIના સચિવ જય શાહ (BCCI Secretary Jai Shah) પર ધમકી આપ્યાનો કર્યો આક્ષેપ
- હું કાશ્મીર પ્રીમિયર લીગ (Kashmir Premier League) રમીશ તો ભારતની કોઈ પણ ક્રિકેટ એક્ટિવિટી (Cricket activity)માં ભાગ નહીં લઈ શકું આવી ધમકી આપીઃ ગિબ્સ
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર હર્ષલ ગિબ્સે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે BCCIના સચિવ જય શાહ પર ધમકી આપ્યાનો આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, જો તે કાશ્મીર પ્રીમિયર લીગમાં (Kashmir Premier League) રમશે તો તેને ભવિષ્યમાં ભારતમાં થનારી કોઈ પણ પ્રકારની ક્રિકેટ એક્ટિવિટીમાં ભાગ લેવા નહીં દેવાય. આ અંગે હર્ષલ ગિબ્સે (Herschelle Gibbs) પોતાના ટ્વિટર એકાઉન્ટર પર ટ્વિટ કરી માહિતી આપી છે.
આ પણ વાંચો-Tokyo Olympics : દુતી ચંદનો પ્રવાસ પૂર્ણ, મહિલાઓની 200 મીટર દોડના સેમિફાઇનલમાં સ્થાન ન બનાવી શકી
મને કાશ્મીર પ્રીમિયર લીગમાં ન રમવા દેવા BCCI ઘણો પ્રયાસ કરી રહી છેઃ ગિબ્સ
હર્ષલ ગિબ્સે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, પાડોશી દેશની સાથે પોતાના રાજકીય એજન્ડા (Political agenda)ને સમીકરણમાં લાવવા અને મને કાશ્મીર પ્રીમિયર લીગ (Kashmir Premier League)માં રમવાથી રોકવા માટે BCCI ઘણો પ્રયાસ કરી રહી છે, જેની જરૂર નથી. આ સાથે જ મને ધમકી આપતા કહ્યું હતું કે, તેઓ મને ક્રિકેટ સાથે જોડાયેલા કોઈ પણ કામ માટે ભારતમાં પ્રવેશ નહીં આપે. આ તેમનું વલણ સારું નથી. આપને જણાવી દઈએ કે, કાશ્મીર પ્રીમિયર લીગ (Kashmir Premier League)ની શરૂઆત 6 ઓગસ્ટથી થઈ રહી છે અને આ મેચની ફાઈનલ 17 ઓગસ્ટે રમાશે. હર્ષલ ગિબ્સ ઓવરસીઝ વોરિયર્સ (Overseas Warriors) ટીમનો ભાગ છે.