નવી દિલ્હીઃએક મોટું પગલું ભરતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહિલા પ્રીમિયર લીગ માટે 5 ટીમો માટે બોલી લગાવી છે. બોર્ડના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. આ 5 ટીમોને વેચીને બોર્ડને 4669.99 કરોડ રૂપિયા મળ્યા છે. અદાણી ગ્રૂપ અને કેપ્રી ગ્લોબલે પાંચ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ટીમો માટે બિડ જીતી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન આ વર્ષે માર્ચમાં રમાય તેવી શક્યતા છે. પાંચ વિજેતા ફ્રેન્ચાઈઝીની હોમ ટીમો મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ અને લખનૌ હશે.
મેન્સ IPLનો રેકોર્ડ તૂટ્યો:અદાણી સ્પોર્ટ્સલાઈનને 1289 કરોડની સૌથી વધુ બોલી સાથે અમદાવાદની ફ્રેન્ચાઈઝી મળી. ઇન્ડિયા ફિન્સ સ્પોર્ટ્સ લિમિટેડે 912.99 કરોડની બિડ સાથે મુંબઈ ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી. રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે બેંગલુરુ 901 કરોડ, JSW GMR ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ દિલ્હી 810 કરોડ અને કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ લખનઉ 757 કરોડની બિડ જીતી હતી. એકંદરે, વિમેન્સ પ્રીમિયર લીગ માટે 4669.99 કરોડની બોલી લગાવવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના માનદ સચિવ જય શાહે જણાવ્યું હતું કે આગામી મહિલા પ્રીમિયર લીગ (WPL)માં ટીમો માટે કુલ બિડ તરીકે BCCIએ 4669.99 કરોડની કમાણી કરી છે. આ સાથે 2008માં મેન્સ આઈપીએલની પ્રથમ સિઝનનો રેકોર્ડ તૂટી ગયો છે.
BCCI પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, “હું WPL ટીમો માટે સફળતાપૂર્વક બિડ કરવા બદલ વિજેતાઓને અભિનંદન આપું છું. આ લીગ ભારત અને વિદેશના ખેલાડીઓને સાથે મળીને શીખવાની અને વિકાસ કરવાની તક આપશે. આનાથી વધુ મહિલા ક્રિકેટરોના સમાવેશ સાથે પાયાના સ્તરે વિકાસનો માર્ગ મોકળો થશે. હું BCCI ટીમને પણ હરાજીની પ્રક્રિયાને સરળ રીતે ચલાવવા માટે અભિનંદન આપવા માંગુ છું. મને ખાતરી છે કે આ લીગ આપણી મહિલા ક્રિકેટરોને વૈશ્વિક મંચ પર ચમકવામાં મદદ કરશે.
મહિલા ખેલાડીઓના રમતગમત ક્ષેત્ર માટે ગેમ ચેન્જર:મુંબઈ ઈન્ડિયન્સે માર્ચ 2023માં યોજાનારી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL)માં એક ખૂબ જ વિશિષ્ટ ફ્રેન્ચાઈઝી - એક મહિલા ક્રિકેટ ટીમનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સે મુંબઈ શહેરની ફ્રેન્ચાઈઝી માટે બીડ જીતી લીધી હતી. હવે તેમની પોતાની મહિલા ટીમ હશે, જે રીતે તેઓ છેલ્લા 15 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સને ટેકો આપે છે અને તેને ભારતીય રમતમાં સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બનાવે છે તેવો ઉત્સાહ અને ઉજવણી નિરંતર જારી રખશે. નવી રજૂ કરાયેલી WPL માત્ર ભારત અને સમગ્ર વિશ્વમાં મહિલા ક્રિકેટ માટે જ નહીં પરંતુ મહિલા ખેલાડીઓના રમતગમત ક્ષેત્ર માટે પણ ગેમ ચેન્જર બની રહેશે.