ગુજરાત

gujarat

ETV Bharat / sports

Chetan Sharma Resign: ખેલાડીઓ અંગે મોટો ધડાકો કરી શર્માએ રાજીનામૂ આપ્યું - Sharma Resign date

ચેતન શર્માએ ટીમ ઈન્ડિયાના સિલેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાના એક દિવસ પહેલા જ તેમણે વિરાટ કોહલી અને રોહિત શર્મા અંગે ટિપ્પણી કરી હતી. જે બન્ને રહેલા સંબંધોને લઈને હતી.

Chetan Sharma Resign: ખેલાડીઓ અંગે મોટો ધડાકો કરી શર્માએ રાજીનામૂ આપ્યું
Chetan Sharma Resign: ખેલાડીઓ અંગે મોટો ધડાકો કરી શર્માએ રાજીનામૂ આપ્યું

By

Published : Feb 17, 2023, 11:14 AM IST

Updated : Feb 17, 2023, 11:31 AM IST

મુંબઈઃચેતન શર્માએ ટીમ ઈન્ડિયાના સિલેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી રહી છે. એવા માહોલમાં ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી એક મોટા વાવડ સામે આવી રહ્યા છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પોતાના પદેથી રાજીનામૂ આપી દીધું છે. સ્ટિંગ ઑપરેશન બાદ તેઓ વિવાદમાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Cheteshwar Pujara : 100મી છેલ્લી ટેસ્ટ મેચની અટકળો વચ્ચે પુજારાનું નિવેદન

ટર્મ ખતમઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય સિલેક્ટર્સ ચેતન શર્મા હવે ભારતીય ક્રિકેટ બોર્ડ સિલેક્ટર સમિતીમાં નથી. તાજેતરમાં તેમણે ખેલાડીઓ પર એક સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. જેમાં ચોંકાવનારા ધડાકા તેમણે ખેલાડીઓને લીઈને કર્યા હતા. આ વાત સામે આવ્યા બાદ મોટો વિવાદ શરૂ થયો હતો. તારીખ 17 ફેબ્રુઆરીના રોજ ચેતન શર્માએ પોતાના પદેથી રાજીનામૂ આપી દીધું છે. આ રાજીનામું ભારતીય ક્રિકેટ બોર્ડના સચીવ જય શાહને મોકલી દેવામાં આવ્યું છે.

બીજી વાર ચાન્સઃશર્મા તારીખ 7 જાન્યુઆરીના રોજ બીજી વખત ચીફ સેલક્ટર બન્યા હતા. આ તેમની બીજી ટર્મ હતી. પણ 40 દિવસમાં જ રાજીનામૂ ધરી દીધું છે. જેના કારણે તેમની બીજી ટર્મ પૂરી થઈ ગઈ છે. આમ ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે એમનો કાર્યકાળ તેમણે પૂર્ણ કરી નાંખ્યો છે. ખાસ વાત એ છે કે, ચેતન શર્માને બન્ને કાર્યકાળમાં પોતાનું પદ ગુમાવું પડ્યું છે. પહેલાના કાર્યકાળમાં BCCIએ T20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમના કંગાળ પ્રદર્શન બાદ આખી કમિટીને દૂર કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Prithvi Shaws: ક્રિકેટર પૃથ્વી શૉ સાથે જબરદસ્તી સેલ્ફી લેવા પર વિવાદ, 6 લોકો સામે કેસ દાખલ

વિવાદમાં હતાઃમંગળવારે ભારતીય ક્રિકેટ બોર્ડના મુખ્ય સિલેક્ટર ચેતન શર્મા ટીમ સિલેક્શન સાથે જોડાયેલા મામલાને લઈને કરેલા ખુલાસામાં અટવાયા હતા. તેમના નિવેદનને કારણે વિવાદ થયો હતો. શર્માને બીજી વખત સિલેક્શન કમિટીના સભ્ય તરીકે ચાન્સ અપાયો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી20 મેચ વિશ્વકપ વખતે કંગાળ પ્રદર્શનને કારણે દૂર કરી દેવાયા હતા. પણ બીજી ટર્મમાં તેમણે સામેથી રાજીનામૂ આપી દેતા કાર્યકાળનો અંત આવ્યો છે.

ખેલાડી પર આક્ષેપઃચેતન શર્માએ એક સ્ટિંગ ઑપરેશનમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ પર આક્ષેપ કર્યો હતો. તેમણે એવું નિવેદન આપ્યું હતું કે, કેટલાક ખેલાડીઓ ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ ઔર કહોલી વચ્ચે થયેલી કેટલીક વાતચીતના પણ ખુલાસા કર્યા હતા. શર્માનો આરોપ હતો કે, 80થી 85 ટકા ખેલાડીઓ ફીટ હોવા છતાં પણ મેદાનમાં પાછા ઊતરવા માટે ઈન્જેક્શન લેતા હોય છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટી20 ટુર્નામેન્ટમાં બુમરાહના કમબેકને લઈને પણ બોર્ડ તથા એમના વચ્ચે મતભેદો હતા.

Last Updated : Feb 17, 2023, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details