ગુજરાત

gujarat

ETV Bharat / sports

Ajit Agarkar New Chief Selector : આ ભારતીય ઓલરાઉન્ડર બન્યા ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય પસંદગીકાર, તેમના નામે છે એક ગજબ રેકોર્ડ - टीम इंडिया मुख्य चयनकर्ता

BCCIએ ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય પસંદગીકાર તરીકે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અજીત અગરકરની નિમણૂકની જાહેરાત કરી છે. આ જગ્યા છેલ્લા 5 મહિનાથી ખાલી હતી. અગરકર ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માનું સ્થાન લેશે.

Etv BharatAjit Agarkar New Chief Selector
Etv BharatAjit Agarkar New Chief Selector

By

Published : Jul 5, 2023, 10:54 AM IST

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર અજીત અગરકર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય પસંદગીકાર બન્યા છે. બીસીસીઆઈએ મંગળવારે રાત્રે એક પ્રેસ બ્રીફ જારી કરીને મુખ્ય પસંદગીકાર તરીકે અગરકરની નિમણૂકની જાહેરાત કરી હતી. જ્યારથી અગરકરે દિલ્હી કેપિટલ્સથી અલગ થયા ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે, તેને ટીમ ઈન્ડિયાનો મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, પહેલા તે દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફનો ભાગ હતા, પરંતુ થોડા દિવસો પહેલા તેઓ ટીમથી અલગ થઈ ગયા હતા.

5 મહિનાથી આ પોસ્ટ ખાલી પડી હતી: વાસ્તવમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ચીફ સિલેક્ટર ચેતન શર્માને સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ છેલ્લા 5 મહિનાથી આ પોસ્ટ ખાલી પડી હતી. પરંતુ હવે સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ પુરુષોની પસંદગી સમિતિમાં પસંદગીકારના પદ માટે અરજદારોનો ઇન્ટરવ્યુ લીધો હતો. 3 સભ્યોની CAC એ સર્વસંમતિથી અજિત અગરકરની આ પદ માટે ભલામણ કરી હતી.

સૌથી ઝડપી અર્ધશતકનો રેકોર્ડ અગરકરના નામે:ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજીત અગરકરે 110 ફર્સ્ટ ક્લાસ, 270 લિસ્ટ A અને 62 T20 મેચ રમવા ઉપરાંત 26 ટેસ્ટ, 191 ODI અને 4 T20માં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. ભૂતપૂર્વ ઝડપી બોલર તરીકે, તે 2007માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા પ્રારંભિક T20 વર્લ્ડ કપમાં ભારતની વિજયી ટીમનો ભાગ હતા. વનડેમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી અર્ધશતકનો રેકોર્ડ અગરકરના નામે છે. વર્ષ 2000માં ઝિમ્બાબ્વે સામેની મેચમાં તેણે 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. અગરકરે લગભગ એક દાયકા સુધી સૌથી ઝડપી 50 ODI વિકેટ ઝડપવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો, તેણે માત્ર 23 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

CACએ ભલામણ કરી હતી: તેમની રમતની કારકિર્દી પછી, અગરકરને મુંબઈની વરિષ્ઠ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. CACએ વરિષ્ઠતા (ટેસ્ટ મેચોની કુલ સંખ્યા)ના આધારે પુરૂષ પસંદગી સમિતિના અધ્યક્ષની ભૂમિકા માટે અગરકરની ભલામણ કરી હતી. પસંદગી સમિતિમાં અજીત અગરકર (ચેરમેન), શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા, શ્રીધરન શરથની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. Saff Championship Final: સંપુર્ણ રોમાંચથી ભરેલી રહી પેનલ્ટી, Saff 2023 ફાઇનલમાં ભારતે કુવૈતને છેલ્લા એક ગોલથી કર્યુ પરાસ્ત
  2. IND vs BAN : બાંગ્લાદેશ પ્રવાસ માટે મહિલા ટીમની જાહેરાત, આ 3 નવા ખેલાડીઓને મળી તક

ABOUT THE AUTHOR

...view details