નવી દિલ્હીઃભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે 5 મેચની સિરીઝ બાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. BCCIએ આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આફ્રિકા સામેની ટી-20 મેચમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન રહેશે. જ્યારે કેએલ રાહુલને વનડે મેચ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. રોહિત શર્માને વનડે અને ટી-20 મેચમાં સામેલ કરવામાં આવ્યો નથી. ત્યાર બાદ તે ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ કરશે.
ભારત ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે: ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. સંજુ સેમસનને પણ ODI માટે ટીમમાં પસંદ કરવામાં આવશે. રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ વનડેમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. ઈજા બાદ રજત પાટીદાર પણ ભારતીય વનડે ટીમનો ભાગ બનશે. સૂર્યકુમાર યાદવને આફ્રિકા સામેની વનડે મેચમાં આરામ આપવામાં આવ્યો છે.