- BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ ટીમની જાહેરાત કરી
- ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન રમાશે
- ઈંગ્લેન્ડ સામે યોજાનાર 5 મેચની ટેસ્ટ સીરીઝ માટે પણ ટીમની જાહેરાત
નવી દિલ્હીઃ BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ ન્યૂઝીલેન્ડ સામે જૂન મહિનામાં ઈંગ્લેન્ડમાં યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે તેમજ ઈંગ્લેન્ડ સામે યોજાનાર 5 મેચની ટેસ્ટ સીરીઝ માટે શુક્રવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી રમાશે ટેસ્ટ સીરીઝ
ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન સાઉથૈમ્પટનમાં રમાશે. ત્યારબાદ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.