કોલંબો:એશિયા કપની સુપર-4માંઆજે શ્રીલંકાની ટીમની ટક્કર બાંગ્લાદેશની ટીમ સામે થવાની છે. આજની મેચ બાંગ્લાદેશ માટે કરો યા મરોની સ્થિતિમાં છે કેમકે, જો આજે ટીમને હાર મળશે તો ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ જશે. લાહોરમાં સુપર ફોરની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને પાકિસ્તાનથી સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો
શ્રીલંકાની બોલિંગ મજબુતઃશ્રીલંકાની બોલિંગ ડિપાર્ટમેન્ટ ખૂબ જ મજબૂત છે જેમાં કાસુન રાજીથાનો સમાવેશ થાય છે જેણે અફઘાનિસ્તાન સામે 2 રનની નજીકની જીતમાં 4 વિકેટ લીધી હતી. જો બાંગ્લાદેશને આ બોલરો સામે સારો સ્કોર બનાવવો હશે તો તેના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ વધુ સારું પ્રદર્શન કરવું પડશે.
બાંગ્લાદેશ ખેલાડીઓની ઈજાથી પરેશાનઃજોકે, બાંગ્લાદેશ શાંતોની ખોટ કરશે જે ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. જોકે, લિટન દાસ ટીમમાં સામેલ થઈ ગયો છે અને ટીમને તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. બાંગ્લાદેશના બોલરો પણ અત્યાર સુધી કંઈ ખાસ બતાવી શક્યા નથી. જો બાંગ્લાદેશે શ્રીલંકાને ઓછા સ્કોર સુધી રોકવું હશે તો તસ્કીન અહેમદ અને શોરીફુલ ઈસ્લામ સિવાય કેપ્ટન શાકિબ અલ હસને પણ સારી બોલિંગ કરવી પડશે.