ચિત્તાગોંગઃપ્રથમ દિવસના (BANGLADESH VS INDIA 1ST TEST SECOND DAY) અણનમ બેટ્સમેન શ્રેયસ અય્યર અને આર અશ્વિને બીજા દિવસે દાવને (First Test Match Second Day) આગળ ધપાવવાની શરૂઆત કરી હતી. સવારના સેશનમાં બંને બેટ્સમેન સાવચેતીપૂર્વક બેટિંગ કરી રહ્યા હતા ત્યારે શ્રેયસ અય્યર (Shreyas Iyer) 86 રન બનાવીને ઇબાદત હુસૈન દ્વારા બોલ્ડ થયો હતો. આ રીતે તે પોતાની સદી ચૂકી ગયો. લંચ પછી ભારતીય ટીમનો પ્રથમ દાવ 133.5 ઓવરમાં 404 રન પર સમાપ્ત થયો હતો. બાંગ્લાદેશતરફથી તૈજુલ ઈસ્લામ અને મેહદી હસન મિરાજે 4-4 વિકેટ લીધી હતી.
India vs Bangladesh First Test : ભારતની પકડ મજબુત, બાંગ્લાદેશની ખરાબ શરુઆત 102 રનમાં 8 વિકેટ પડી
ભારત અને બાંગ્લાદેશ (BANGLADESH VS INDIA 1ST TEST SECOND DAY) વચ્ચે રમાઈ રહેલી ચિત્તાગોંગ ટેસ્ટ મેચનો (First Test Match Second Day) આજે બીજો દિવસ છે. ભારતીય ટીમનો પ્રથમ દાવ 404 રનમાં સમેટાઈ ગયો છે. બાંગ્લાદેશની ખરાબ શરુઆત 102/8 વિકેટ પડી ગઈ છે. કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી
Etv Bharatભારત અને બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ: ભારતની પકડ મજબુત, બાંગ્લાદેશની ખરાબ શરુઆત 102 રનમાં 8 વિકેટ પડી
પહેલા જ બોલ પર વિકેટ:બાંગ્લાદેશ તરફથી ઇનિંગ્સની શરૂઆત ભારતીય બોલર સિરાજે પહેલા જ બોલ પર વિકેટ લઈને બગાડી હતી. ઇનિંગની શરૂઆત કરવા આવેલા નજમલ હુસૈને પ્રથમ બોલ પર શાંતોને આઉટ કર્યો હતો. તે ઋષભ પંતના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. આ પછી ઉમેશ યાદવે ચોથી ઓવરમાં યાસિર અલીને આઉટ કર્યો હતો.