કોલંબોઃ એશિયા કપ સુપર 4ની ઔપચારીક મેચમાં બાંગ્લાદેશે ભારતને 6 રને હરાવ્યું છે. બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા 266 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા 49.4 ઓવરમાં 258 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 6 રનથી મેચ હારી ગઈ હતી. ભારત તરફથી શુભમન ગિલે 121 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અક્ષર પટેલે પણ 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ તરફથી મુસ્તાફિઝુર રહેમાને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશ પ્રથમ દાવઃ આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 265 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન શાકિબ અલ હસને સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. તૌહિદ હૃદયે 54 રન અને નસુમ અહેમદે 44 રનની ઇનિંગ રમી હતી. મહેદી હસન પણ 29 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 3, મોહમ્મદ શમીએ 2, પ્રસિદ્ધ કૃષ્ણ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.
અક્ષર પટેલની લડાયક બેટિંગઃ બાંગ્લાદેશે પહેલા બેટીંગ કરીને 50 ઓવરમાં 8 વિકેટ પર 265 રન કર્યા હતા. કેપ્ટન શાકિબ અલ હસને 85 બોલમાં 80 રનની ઈનિંગ રમી હતી. જેના જવાબમાં શુભમન ગિલ અને અક્ષર પટેલ સિવાય કોઈપણ વધુ સ્કોર કર્યું નથી. શુભમન ગિલે 121 અને અક્ષરે 42 રનની ઈનિંગ રમી છે. ભારતીય ટીમ 49.5 ઓવરમાં માત્ર 259 રન કરી શકી હતી.
ભારતે ટીમમાં 5 ફેરફાર કર્યા હતા: બાંગ્લાદેશ સામેની આ ઔપચારિક મેચમાં રોહિત શર્માએ ટીમમાં 5 ફેરફાર કર્યા હતા. ટીમમાં વિરાટ કોહલીના સ્થાને સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાના સ્થાને તિલક વર્મા, કુલદીપ યાદવના સ્થાને અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણ અને મોહમ્મદ સિરાજના સ્થાને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
- India vs Australia: રાજકોટમાં 27મીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે, ટિકિટના ભાવ પણ જાણી લો..
- Dunith Wellalage : કોણ છે આ શ્રીલંકાનો 20 વર્ષીય બોલર, જેણે ભારત સામે મચાવી દીધી તબાહી