લંડનઃભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પાકિસ્તાનના એક ખેલાડીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર આરોપ લગાવતા આ સનસનાટીભર્યા ખુલાસો કર્યો છે.
પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ કહ્યું કે:ઓસ્ટ્રેલિયાના બોલરોએ પૂજારા અને કોહલીની વિકેટ લેવા માટે બોલ ટેમ્પરિંગ કર્યું છે. એટલા માટે કેમેરોન ગ્રીન પુજારાને અને કોહલીને મિચેલ સ્ટાર્ક દ્વારા આઉટ કરવામાં સફળ રહ્યો હતો. બાસિતે કહ્યું કે તે આ બધું જોઈને આશ્ચર્યચકિત છે કે ઓસ્ટ્રેલિયા ઓવલ જેવા મોટા મેદાન પર ખેલાડીઓના આ કૃત્ય પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. જ્યારે ઘણા ભારતીય અધિકારીઓ, કોમેન્ટેટર્સ અને ખુદ ભારતીય બેટ્સમેન પણ ત્યાં હાજર છે.
આ ઓવરોમાં બોલ સાથે છેડછાડ:પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા વાત કરતા પાકિસ્તાની ક્રિકેટરે દાવો કર્યો હતો કે, મેચની 15મીથી 18મી ઓવરમાં બોલ સાથે છેડછાડ કરવામાં આવી હતી. તેથી જ ઇનિંગ્સની 18મી ઓવર દરમિયાન બોલના આકારમાં ફેરફારને કારણે અમ્પાયર રિચર્ડ કેટલબરો દ્વારા જણાવવામાં આવ્યા બાદ બોલ બદલવામાં આવ્યો હતો. તેના કારણે બાસિલ અલીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમે શરૂઆતમાં બોલ સાથે ટેમ્પરિંગ કરીને જ વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાની વિકેટો મેળવી હતી.
આ મામલો વધુ ગરમ થવાની આશા છે:જો કે પાકિસ્તાની ખેલાડી દ્વારા બોલ ટેમ્પરિંગના આરોપ પર અન્ય કોઈ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ટેસ્ટ મેચ સમાપ્ત થયા બાદ આ મામલો વધુ ગરમ થવાની આશા છે. તેનું કારણ એ પણ છે કે આ પહેલા પણ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ મેચ જીતવા માટે આવું કૃત્ય કરી ચૂક્યા છે.
આ પણ વાંચો:
- Ravindra Jadeja Records : રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો નવો રેકોર્ડ, ત્રણેય ફોર્મેટમાં આગળ નિકળ્યો
- WTC Final 2023 : WTCની ફાઈનલનો આજે ચોથો દિવસ, ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 296 રનની લીડ બનાવી લીધી