નવી દિલ્હીઃઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસ માટે તેમના દેશમાંથી ઉડાન ભરી છે, પરંતુ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાને ભારતના વિઝા મળી શક્યા નથી. જેના કારણે તે ભારત જઈ શક્યો ન હતો. ખ્વાજાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ઉસ્માને લખ્યું છે 'હું ભારતીય વિઝાની રાહ જોઈ રહ્યો છું' ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. આજે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પહોંચશે.
Parimal Dey passes away: ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર પરિમલ ડેનું 81 વર્ષની વયે નિધન
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે આશા છે કે ખ્વાજાના વિઝા જલ્દીથી ક્લિયર થઈ જશે. તે ગુરુવારે ભારત પહોંચશે. ખ્વાજા ઓસ્ટ્રેલિયન ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. જો કે વિઝામાં વિલંબનું કારણ બહાર આવ્યું નથી. ઉસ્માન ખ્વાજાનો જન્મ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયો હતો. તે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયો હતો.
Hanuma vihari injured : કાંડામાં ફ્રેક્ચર હોવા છતાં હનુમા વિહારીએ બતાવી હિંમત
તે ન્યૂ સાઉથ વેલ્સ તરફથી ક્રિકેટ રમી ચૂક્યો છે. ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા માટે 56 ટેસ્ટમાં 4162 રન બનાવ્યા છે જેમાં 13 સદી સામેલ છે. તે જ સમયે, 40 વનડેમાં 1554 રન અને 9 ટી20 મેચમાં 241 રન બનાવ્યા છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા માટે ઉસ્માન ખ્વાજા શાનદાર પ્રદર્શન કરી શકે છે. કેપ્ટન પેટ કમિન્સને તેની પાસેથી ઘણી આશા છે. ભારત વિ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ 1લી ટેસ્ટ – 9 થી 13 ફેબ્રુઆરી, નાગપુર બીજી ટેસ્ટ – 17 થી 21 ફેબ્રુઆરી, દિલ્હી ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ, ધર્મશાલા 4થી ટેસ્ટ – 9 થી 13 માર્ચ, અમદાવાદ
IND vs NZ 3rd T20 Series: મેચ ક્યુરેટરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટમાં જીતનો સ્કોર જણાવ્યો
ભારતીય ટીમઃરોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.
ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ (સી), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ , મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન, ડેવિડ વોર્નર.