સિડનીઃઓકટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની 18 સભ્યોની ટીમમાંથી માર્નસ લાબુશેનને પડતો મૂકવામાં આવ્યો છે. લબુશેન ઓસ્ટ્રેલિયાની છેલ્લી ODI ટીમમાં હતો જેણે ભારતમાં ત્રણ મેચ રમી હતી.જેમાં તે 43 રન બનાવી શક્યો હતો. જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા ટીમમાં ડેબ્યૂ કર્યા બાદ તેણે 30 વનડે રમી છે.
ટીમમાં નવા ચહેરાઃ લેગ સ્પિનર તનવીર સંઘા અને ઓલરાઉન્ડર એરોન હાર્ડી ટીમમાં નવા ચહેરા છે. આ 18 સભ્યોની ટીમમાંથી છેલ્લી 15 ટીમને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં યોજાનારી દક્ષિણ આફ્રિકા અને ભારત સામેની શ્રેણી માટે પણ આ જ ટીમની પસંદગી કરવામાં આવી છે.
પેટ કમિન્સની ફિટનેસ ચિંતાનો વિષયઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં, કેપ્ટન પેટ કમિન્સની ફિટનેસ વિશે પણ માહિતી આપી છે, જેને પાંચમી એશિઝ ટેસ્ટ દરમિયાન ડાબા કાંડામાં ઈજા થઈ હતી. જે ચિંતાનો વિષય છે, પરંતુ તે દક્ષિણ આફ્રિકામાં ટી-20 રમી શકશે નહીં પરંતુ દક્ષિણ આફ્રિકા અને ભારત સામે વનડે રમશે. ઓસ્ટ્રેલિયન પસંદગી સમિતિના વડા જ્યોર્જ બેઇલીએ જણાવ્યું હતું કે, "કમિન્સને કાંડામાં ફ્રેક્ચર થયું છે અને તેને 6 અઠવાડિયાના આરામની જરૂર છે." તે વર્લ્ડ કપ પહેલા ઘણી મેચ રમી રહ્યો છે, જે તૈયારી માટે પૂરતી છે.