ગુજરાત

gujarat

ETV Bharat / sports

Athiya Shetty KL Rahul Wedding : આ બંગલામાં લાડલીના લગ્ન કરી શકે છે સુનીલ શેટ્ટી - Khandala Farm House

ક્રિકેટર કેએલ રાહુલ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી (Athiya Shetty KL Rahul Wedding) સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંનેએ એકબીજાને છ વર્ષ સુધી ડેટ કર્યાબાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. (suniel khandala house)

Athiya Shetty KL Rahul Wedding : આ બંગલામાં લાડલીના લગ્ન કરી શકે છે સુનીલ શેટ્ટી
Athiya Shetty KL Rahul Wedding : આ બંગલામાં લાડલીના લગ્ન કરી શકે છે સુનીલ શેટ્ટી

By

Published : Jan 22, 2023, 4:35 PM IST

મુંબઈ :બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને ભારતીય વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેઓ 23 જાન્યુઆરીએ મુંબઈમાં લગ્ન કરશે. લગ્ન બાદ સુનીલ શેટ્ટી અને રાહુલના પરિવારજનો બે રિસેપ્શન પાર્ટીઓ કરશે. ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ સોમવારે ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે સાત ફેરા લેશે.

શણગારી રહ્યા છે ખંડાલા ફાર્મહાઉસને :સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સોમવારે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા સુનીલના ખંડાલા ફાર્મહાઉસને સજાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શહેરી જીવનની ધમાલથી દૂર આ કપલ ત્યાં લગ્ન કરશે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં બંગલાની નજીક એક વિશાળ પંડાલ જોઈ શકાય છે. કેટલાક કર્મચારીઓ છેલ્લી ઘડીની વિગતોનું કામ કરતા પંડાલની આસપાસ ફરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :Athiya Shetty-KL Rahul wedding: વરરાજાનું મુંબઈ ઘર રોશનીથી સજ્જ, જુઓ વીડિયો

પહાડીની ટોચ પર બનેલો છે બંગલો : બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટીનો ખંડાલા બંગલો એક પહાડીની ટોચ પર બનેલો છે. ગયા વર્ષે સુનીલ શેટ્ટીએ એક શોમાં બંગલાની અંદરના કેટલાક દ્રશ્યો બતાવ્યા હતા. ફાર્મહાઉસ ચારેબાજુ પહાડોના સુંદર નજારાઓ જ નહીં, પરંતુ તે ખૂબ જ સુંદર પણ છે. તેની અંદર બનેલા બગીચા, શિલ્પો અને વિશાળ સ્વિમિંગ પૂલ તેની સુંદરતામાં વધારો કરે છે. માનવામાં આવે છે કે રાહુલ-આથિયા આ બંગલામાં સાત ફેરા લેશે.

શરૂ થઈ ગઈ છે લગ્નની રસ્મો : સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીના લગ્ન રવિવાર (21 જાન્યુઆરી)થી શરૂ થઈ ગયા છે. લગ્નની પ્રી-વેડિં રસ્મો ત્રણ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન મહેંદી, હલ્દી અને મહિલા સંગીત સહિત અનેક રસ્મો થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નમાં ફક્ત ખૂબ જ નજીકના સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુનીલ શેટ્ટી અને કેએલ રાહુલના પરિવારો લગ્ન પછી એક વેડિંગ રિસેપ્શનનું આયોજન કરશે. આ રિસેપ્શન બેંગ્લોર અને મુંબઈમાં યોજાશે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ, બોલિવૂડ કલાકારો, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ રિસેપ્શનમાં હાજરી આપશે.

આ પણ વાંચો :અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલની જૂઓ તસવીરો

ABOUT THE AUTHOR

...view details