દુબઈઃએશિયા કપ 2022ના (Asia Cup 2022) સુપર-4 રાઉન્ડમાં ભારત અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) વચ્ચે મેચ રમાઈ હતી.ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 101 રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાન ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા અને વિરોધી ટીમને 213 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં અફઘાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 111 રન જ બનાવી શકી હતી. ભારત તરફથીવિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. કોહલીએ 61 બોલમાં 122 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 5, રવિચંદ્રન અશ્વિન, અર્શદીપ સિંહ અને દીપક હુડ્ડાએ 1-1 વિકેટ લીધી હતી.
ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, કોહલીની T20માં પ્રથમ સદી - Asia Cup 2022
અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા અને અફઘાન ટીમે 111/8 રન બનાવ્યા હતા.ભુવનેશ્વરે 4 ઓવરમાં 4 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. Asia Cup 2022,India vs Afghanistan,Kohli's first century in T20
Etv Bharatભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું,કોહલીની T20માં પ્રથમ સદી
1020 દિવસ લાગ્યા:વિરાટ કોહલીની રાહ પૂરી થઈ ગઈ છે. તેણે 33 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી. તેણે 19મી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. T20માં કોહલીની આ પ્રથમ સદી છે.(Kohli's first century in T20) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 71મી સદી છે.ભારતીય કેપ્ટન રોહિત શર્માને આ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ કે,એલ રાહુલે કેપ્ટનશીપ કરી હતી,ઓપનીંગમાં રાહુલ સાથે વિરાટ કોહલીએ મોર્ચો સંભાળ્યો હતો.