ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs HKG હોંગકોંગને 40 રનથી હરાવીને ભારત સુપર 4માં પહોંચ્યું - ભારત અને હોંગકોંગની ચોથી મેચ

ભારતે હોંગકોંગને 40 રનથી હરાવ્યું છે. આ સાથે જ આ મેચ જીતીને ભારત સુપર 4માં પહોંચી ગયું છે. ભારત તરફથી વિરાટ કોહલી (59) અને સૂર્યકુમાર યાદવે (68) અડધી સદી ફટકારી હતી. india won the match, asia cup 2022 in india's best performance, asia cup 2022, india vs hongkong 4th match , suryakumar man of the match

IND vs HKG
IND vs HKG

By

Published : Sep 1, 2022, 8:47 AM IST

દુબઈ: એશિયા કપ 2022 (asia cup 2022)માં ટુર્નામેન્ટની ચોથી મેચ ભારત અને હોંગકોંગ (india vs hongkong 4th match ) વચ્ચે રમાઈ હતી. ભારતે હોંગકોંગને 40 રનથી હરાવ્યું છે.( india won the match) હોંગકોંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા અને હોંગકોંગને 193 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં હોંગકોંગ 20 ઓવરમાં 5 વિકેટે 152 રન બનાવી શક્યું હતું અને 40 રનથી હારી ગયું હતું. આ જીત સાથે ભારત સુપર 4માં પહોંચી ગયું છે.

આ પણ વાંચો -એશિયા કપ 2022: અફઘાનિસ્તાનનો બાંગ્લાદેશ સામે સાત વિકેટે વિજય

મેન ઓફ ધ મેચ સૂર્યકુમાર યાદવ: ભારત તરફથી વિરાટ કોહલી (59) અને સૂર્યકુમાર યાદવે (68) અડધી સદી ફટકારી હતી. જેમા મેન ઓફ ધ મેચ સૂર્યકુમાર યાદવ બન્યો હતો. છેલ્લી ઓવરમાં સૂર્યકુમારે હારુન અરશદના બોલ પર છગ્ગો ફટકારી હેટ્રિક ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે તોફાની ઇનિંગ રમી હતી.(suryakumar man of the match) તેણે 26 બોલમાં 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી એટલે કે 20મી ઓવરમાં સૂર્યકુમારે ચાર સિક્સર ફટકારી હતી. 20મી ઓવરમાં ભારતે સૂર્યાના ચાર છગ્ગાની મદદથી 26 રન ઉમેર્યા હતા. છેલ્લી પાંચ ઓવરમાં ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 78 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :પાકિસ્તાન સામે મળેલી જીત પર હાર્દિક પંડ્યાનું ઇમોશનલ ટ્વિટ

World Wrestling Championship બજરંગ, વિનેશ ફોગાટ ભારતીય કુસ્તી ટીમમાં સામેલ

રોહિતનો વલ્ડ રેકોર્ડ:રોહિત શર્માએ હોંગકોંગ સામે પ્રથમ રન બનાવતાની સાથે જ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. રોહિત T20 ઈન્ટરનેશનલમાં 3500 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. હાર્દિક પંડ્યાના સ્થાને ઋષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details