Asia Cup 2022 india vs Sri lanka: ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી અને તેણે ટૂંક સમયમાં જ પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી 0 અને કેએલ રાહુલ 6 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિતે સૂર્યકુમાર યાદવ સાથે મળીને ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 72 અને સૂર્યાએ 34 રન બનાવ્યા હતા. જો કે, રોહિતના આઉટ થયા બાદ વિકેટો પડતી રહી, જેના કારણે ભારતનો સ્કોર 175 રનની અંદર જ રહ્યો.
શ્રીલંકાને ચોથો ફટકો:ભારતીય ટીમે મેચમાં વાપસી કરી છે. ચહલે ભારતને વધુ એક સફળતા અપાવી છે. આ સ્પિનરના બોલ પર કુસલ મેન્ડિસ એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. મેન્ડિસે રિવ્યુ લીધો પરંતુ તે વ્યર્થ ગયો. 15 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 120/4 હતો. દાસુન શનાકા અને ભાનુકા રાજપક્ષે ક્રિઝ પર છે.
ચહલે બીજી વિકેટ લીધી:શ્રીલંકાની બીજી વિકેટ પડી છે. ચરિત અસલંકાને ચહલે સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અસલંકાએ ત્રણ બોલનો સામનો કર્યો અને ખાતું પણ ખોલાવી શક્યો નહીં. 12 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર બે વિકેટે 98 રન છે. કુસલ મેન્ડિસ 46 અને દાનુષ્કા ગુણાતિલક 0 રન બનાવીને રમી રહ્યા છે.
નિસાન્કાના 50 રન:ભારતીય ટીમ હજુ પણ વિકેટની શોધમાં છે. 10 ઓવર રમાઈ ગઈ છે, પરંતુ ભારતીય બોલરોનું નસીબ ખાટું થઈ ગયું છે. શ્રીલંકાનો સ્કોર બે વિકેટે 89 રન છે. પથુમ નિસાંકા 50 અને કુસલ મેન્ડિસ 39 રને રમી રહ્યા છે. નિસાન્કાએ 50 રન પૂરા કરવા માટે 34 બોલ લીધા હતા.