દુબઈઃ ભારતને પહેલો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનને કેપ્ટન રોહિત શર્માની વિકેટ (rohit sharma wicket) મળી છે. હરિસ રઉફના બોલ પર રોહિત ખુશદલ શાહના હાથે કેચ આઉટ થયો હતો. બોલ રોહિત શર્માના બેટની ઉપરની ધારને લઈને હવામાં ઉભો રહ્યો જ્યાં ફખર જમાન અને ખુશદિલ હાજર હતા. અંતે ખુશદિલે કેચ પકડ્યો. હવે કિંગ કોહલી બેટિંગ કરવા ઉતર્યો છે.
ભારતનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. બંને બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોને ખૂબ માત આપી છે. ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 54 રન છે. કેએલ રાહુલ 26 અને રોહિત શર્મા 28 રને રમી રહ્યા છે.
એશિયા કપ(Asia Cup 2022 IND vs PAK )માં સુપર 4માં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે રમાઈ રહી છે. પાકિસ્તાને (pakistan in Asia Cup 2022) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ બંને ટીમો આઠ દિવસમાં બીજી વખત આમને સામને છે. છેલ્લી મેચમાં ભારતનો (india in Asia Cup 2022 ) પાંચ વિકેટે વિજય થયો હતો. હવે ટીમ ઈન્ડિયાનો પ્રયાસ આ મેચ જીતીને ફાઈનલમાં જવાનો રસ્તો સરળ બનાવવાનો રહેશે. આ સાથે જ હારનાર ટીમને ફાઇનલમાં પહોંચવા માટે બાકીની બે મેચ જીતવી પડશે.