ગુજરાત

gujarat

ETV Bharat / sports

World Test Championship માટે ભારતના પ્લેઈંગ ઈલેવનની જાહેરાત - વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) માટે ભારતના પ્લેઈંગ ઈલેવનની જાહેરાત થઈ ચૂકી છે. વિરાટની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ત્રણ ઝડપી બોલરની સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય સમયાનુસાર મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે.

World Test Championship
World Test Championship

By

Published : Jun 18, 2021, 8:42 AM IST

  • વિરાટની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે ક્રિકેટ ટીમ
  • ટીમમાં ત્રણ ઝડપી બોલરનો પણ સમાવેશ કરાયો
  • ભારતીય સમયાનુસાર મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે

નવી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) માટે ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનનું એલાન થઈ ચૂક્યું હોવાથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વિરાટની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરનારી ટીમમાં ત્રણ ઝડપી બોલરનો પણ સમાવેશ કરાયો છે. બીસીસીઆઈએ ટ્વિટ કરી આ ટીમની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો-Tokyo Olympics 2021 : જીંદની યુવા મહિલા કુસ્તીબાજથી દેશને ઘણી આશા

ન્યૂ ઝિલેન્ડ સામેની ફાઈનલ મેચની પૂર્વ સંધ્યાએ વિરાટ કોહલીએ આપ્યું નિવેદન

ભારતીય ટીમમાં 2 સ્પિનર આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને સામેલ કરાયા છે. જ્યારે ઝડપી બોલરમાં જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શામીને ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતીય સમયાનુસાર, બપોરે 3 વાગ્યે મેચની શરૂઆત થશે. વિરાટ કોહલીએ ન્યૂ ઝિલેન્ડ સામેની ફાઈનલ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું હતું કે, 5 દિવસની એક મેચ. આનાથી કંઈ ખબર નહીં પડે અને જે રમતને સમજે છે તેમને ખબર છે કે, છેલ્લા 4 કે 5 વર્ષમાં શું થયું છે.

ભારતીય સમયાનુસાર મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે

આ પણ વાંચો-રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં હટાવી કોકો-કોલાની બોટલ્સ, કંપનીને થયું 4 અરબ ડૉલરનું નુકસાન

અમે જીતીએ કે હારીએ ક્રિકેટ તો નહીં રોકાયઃ કોહલી

વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, જો અમે જીતીશું તો ક્રિકેટ નહીં રોકાય અને જો અમે હારીશું તો પણ ક્રિકેટ નહીં રોકાય. અમે ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે રમીએ છીએ અને સમજીએ છીએ કે ટીમના રૂપમાં અમે શું છીએ. પહેલા દિવસ વરસાદની આગાહી ઉપરાંત ટીમ એવું સંયોજન ચૂંટશી, જેમાં દરેક વિભાગમાં સંતુલન હોય.

ABOUT THE AUTHOR

...view details