ગુજરાત

gujarat

ETV Bharat / sports

All Rounder Moeen Ali : આ સ્ટાર ક્રિકેટરે નિવૃત્તિના નિર્ણયને પાછો ખેચીને ટીમ સાથે જોડાયો - मोईन अली ने तोड़ा संन्यास

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ નિવૃત્તિ તોડીને ઓસ્ટ્રેલિયા સામે 16 જૂનથી શરૂ થનારી એશિઝ શ્રેણી રમવાનો નિર્ણય કર્યો છે અને તેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મોઈન અલીએ 2021 માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

Etv BharatAll Rounder Moeen Ali
Etv BharatAll Rounder Moeen Ali

By

Published : Jun 7, 2023, 5:42 PM IST

લંડનઃ ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર મોઈન અલી ઓસ્ટ્રેલિયા સામે 16 જૂનથી શરૂ થઈ રહેલી એશિઝ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમ સાથે જોડાયો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય બદલી નાખ્યો છે. મોઈને જેક લીચની જગ્યા લીધી છે, જે સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે એશિઝમાંથી બહાર થઈ ગયા છે.

16 જૂન 2023થી શરૂ એશિઝ: ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વોરવિકશાયરના સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર મોઈન અલીનો ઓસ્ટ્રેલિયા સામે એજબેસ્ટન ખાતે શુક્રવાર, 16 જૂન 2023થી શરૂ થનારી પ્રથમ બે એશિઝ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

2021 માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી:35 વર્ષીય ઓલરાઉન્ડર, મોઈન અલીએ 2021 માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, તેણે ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ, મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ અને ઇંગ્લેન્ડ મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર રોબના કહેવા પર પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

ઇંગ્લેન્ડ મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર રોબ કીએ કહ્યું:“અમે આ અઠવાડિયાની શરૂઆતમાં મો (મોઈન અલી)ને ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરવા માટે ગયા હતા. મોઈન ટીમ સાથે જોડાવા અને ફરીથી ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ઉત્સાહિત છે. તેના વિશાળ અનુભવથી અમારા એશિઝ અભિયાનને ફાયદો થશે.

મોઈન અલીનુું ટેસ્ટ કેરિયર: ઓફ-સ્પિનરે 64 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે ટેસ્ટ ક્રિકેટમાં 2,914 ટેસ્ટ રન બનાવ્યા છે અને 195 વિકેટ લીધી છે. તે 16 જૂને એજબેસ્ટન ખાતે પ્રથમ ટેસ્ટ દરમિયાન તેનો 36મો જન્મદિવસ ઉજવશે.

આ પણ વાંચો:

  1. WTC Final 2023 : કેવી છે ઓવલની પિચ અને મૌસમનો મિજાજ, આ 3 દિવસમાં વરસાદના સંકેત
  2. WTC Final 2023 : આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ, ભારતે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી
  3. WTC Final 2023 : આજે રોહિત શર્મા અંગૂઠાની ઈજાને ભૂલીને તેની 50મી ટેસ્ટ મેચને યાદગાર બનાવશે

ABOUT THE AUTHOR

...view details