ગુજરાત

gujarat

ETV Bharat / sports

Shivam Dube Marriage: ગર્લફ્રેન્ડ સાથે મુસ્લિમ વિધીથી લગ્ન કરતાં ક્રિકેટર થયો ટ્રોલ - cricketer shivam dube girl friend anjum khan

ઓલ રાઉન્ડર ક્રિકેટર શિવમ દુબેએ 17 જુલાઈના રોજ પોતાની મુસ્લિમ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમણે હીન્દુ અને મુસ્લિમ બંને વિધીઓથી લગ્ન કર્યા હોવાની પોતાના સોશિયલ મીડિયા પર માહિતી આપી છે, ત્યારે તેણે દુવાઓ માંગતો ફોટો શેર કરતાં લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂઆત કરી હતી.

Shivam Dube Marriage
Shivam Dube Marriage

By

Published : Jul 17, 2021, 6:02 PM IST

  • ક્રિકેટર શિવમ દૂબેેએ કર્યા ગર્લફ્રેન્ડ સાથે લગ્ન
  • સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર
  • ફેન્સે કરી લગ્નની વિધીને લઈ ટિપ્પણી

ન્યૂઝ ડેસ્ક: ટીમ ઈન્ડિયામાંથી કેટલીક મેચ રમી ચૂકેલા ઓલ રાઉન્ડર ક્રિકેટર શિવમ દુબેએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પર લગ્નના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે લગ્નની કેટલીક મુસ્લિમ વિધીઓ કરતો નજરે પડી રહ્યો છે. તેના ફેન્સ તેને લગ્નની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે પરંતુ કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો:જોડીયા તો ઉપરસે બનકે આતી હૈ', જોઈએ બોલીવુડ કપલની કેમેસ્ટ્રી

ક્રિકેટરે ટ્વિટ કરી આપ્યા સમાચાર

ક્રિકેટરે લગ્નના ફોટો શેર કરતાં લખ્યું છે કે, અમે એવો પ્રેમ કર્યો છે જે પ્રેમ કરતાં પણ વધુ છે, અને આ અમારા જીવનની નવી શરૂઆત છે. ફોટોમાં તેઓ એકબીજાને રીંગ પહેરાવતા અને દુવાઓ માગતા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: ક્રિકેટર જયદેવ ઉનડકટે રીની સાથે પ્રભુતામાં પગલા માંડ્યા

વાયરલ થઈ રહ્યા છે લગ્નના ફોટો

શિવમ દુબેએ શેર કરેલા ફોટો પર તેના ફેન્સે શુભેચ્છાઓ પાઠવી છે. જ્યારે કેટલાક લોકોએ તેના લગ્નની વિધીને લઈ ટિપ્પણીઓ કરી છે. કેટલાક ફેન્સનો પ્રશ્ન છે કે 'તેઓ દુવાઓ માગતા દેખાઈ રહ્યા છે પરંતું હીન્દુ વિધીઓ કરતાં કેમ દેખાઈ નથી રહ્યા?'

ABOUT THE AUTHOR

...view details