અમદાવાદ:ભારતનો સ્પિનર ઓલ રાઉન્ડર અક્ષર પટેલ છેલ્લાં ત્રણ વર્ષથી ભારતીય ક્રિકેટનો શિલ્પી રહ્યો છે. 29 વર્ષીય અક્ષર પટેલની ઓફ સ્પિન બોલિંગ ટર્ન કરતી કે સપાટ પીચ પર કમાલ કરી છે. અક્ષર બાંગ્લાદેશ સામેની એશિયા કપ મેચમાં તેને ઈજા થઈ હતી. ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલની વર્લ્ડ કપની શરૂઆત માટે છેલ્લી ઘડી સુધી રાહ જોઈ, પરંતુ ઈજાને કારણે ભરોસાપાત્ર સ્પિનર ન મળતાં 'મેન ઇન બ્લુ' રવિચંદ્રન અશ્વિનને ટીમમાં પરત લાવવામાં આવ્યો છે.
અક્ષર પટેલે ઇજાના કારણે ગુમાવી સોનેરી તક:ડાબેરી અક્ષર પટેલ આ વિશ્વ કપમાં ભારત માટે હુક્કમનો એક્કો સાબિત થતા. ભારતમાં રમાતી ક્રિકેટ મેચમાં ડાબોડી ઓફ સ્પિનર બોલર સફળ સાબિત થયા છે. અક્ષર પટેલની આઇપીએલ માં વિદેશી ખેલાડીઓને આઉટ કરી તેમની નબળાઈ જાણે છે. સ્પિન થતી અને રમત આગળ વધતા પીચ પરની ક્રેક થી અક્ષર પટેલ ઘાતક સાબિત થાય. પણ સતત ક્રિકેટ અને પગના સ્નાયુઓની ઈજાથી અક્ષર પટેલ બહાર ન આવી શકી, ભારતની ધરતી પર રમત વિશ્વ કપ ટીમથી બાકાત રહ્યા છે.
ભારતીય ટીમને ખોટ સાલશે: વિશ્વ કપમાં ભારતના આ સ્પિનર પર સૌની નજર હતી. બાપુના હુલામણા નામથી ક્રિકેટ વિશ્વમાં જાણીતા અક્ષર પટેલની ખાસિયત તેમની લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલિંગમાં છે. અક્ષર પટેલ એશિયા કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં પગના સ્નાયુમાં ઇજા થતાં ઇજાગ્રસ્ત બન્યા હતા. અક્ષર પટેલે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં સારો દેખાવ કરી વિશ્વકપ ટીમમાં મજબૂત દાવેદારી નોંધાવી હતી. આમ પણ અક્ષર પટેલ વન ડે મેચમાં સ્લોગ ઓવરમાં ઝડપી રન કરવા માટે જાણીતા છે. અક્ષર પટેલને પગના સ્નાયુઓની કવોન્દ્રિસ્વેપ ઈજાથી મુક્ત ન થાય અને વિશ્વ કપની ટીમની બહાર થયા.
અક્ષર પટેલ તેમના ભાઈ સાથે
2023ના આ વલ્ડૅકપ અક્ષર માટે ઓલરાઉન્ડર તરીકે પુરવાર કરવાનો ગોલ્ડન ચાન્સ હતો. એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં અક્ષરે બોલિંગ-બેટિંગમાં સારું યોગદાન આપ્યું હતુ. એશિયા કપની મેચમાં તેને પગે બોલ લાગતા લેગમાઇટમાં ઇજા થતા હાલ બેંગ્લોર ખાતે ટ્રીટમેન્ટ લઇ રહ્યો છે. 2011ના વિશ્વ કપમાં એ પસંદ થયો હતો, પણ મેચ રમ્યો ન હતો. અક્ષરને ઇજાના કારણે વિશ્વકપ - 2023ની ગુમાવી તો અમારો પણ ઉત્સાહ ઓછો થયો છે, અમે તેના વલ્ડૅકપમાં રમવા માટે એક્સસાઇટેડ હતા. ખાસ તો અમદાવાદ ખાતે રમાવાની મેચોમાં તો અક્ષરને ઓલરાઉન્ડર તરીકે પરફોર્મન્સ સ્થાપિત કરવાનો ગોલ્ડન ચાન્સ હતો. ઇજાના કારણે અક્ષર વલ્ડૅકપની ટીમથી બહાર થતા અમને દુૃખ થયું છે. આ સાથે ઘરના અમે અક્ષરને ઝડપથી ક્રિકેટ ફિલ્ડમાં જોવા ઇચ્છીએ છીએ. -સંશિપ પટેલ, અક્ષર પટેલના મોટાભાઇ
અક્ષર પટેલની ઈજાથી અશ્વિનને મળી તક:અક્ષર પટેલની ઇજનો લાભ ભારતના ઓફ સ્પિનર આર. અશ્વિનને મળ્યો. ભારત વિશ્વ કપ માં ત્રણ સ્પિનર સાથે ઉતરશે. રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન અને કુલદીપ યાદવ સ્પિનર તરીકે રમશે. ૧૯ ઓકટોબર ના રોજ અમદાવાદ ખાતે ભારત - પાકિસ્તાન ની મેચમાં અક્ષર પટેલ હુક્કામનો એક્કો સાબિત થતા. અક્ષર પટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડને શરમજનક રીતે પોતાની બોલિંગથી પરાસ્ત કર્યું હતું. ૫૪ વન્ડેમાં ૫૯ વિકેટ લેનાર અક્ષર પટેલ ૧૨ ટેસ્ટ મેચમાં ૫૦ વિકેટ ઝડપી છે.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટમેન), ઈશાન કિશન (વિકેટમાં), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
આ પણ વાંચો:
- World Cup 2023: અશ્વિન રમશે વર્લ્ડ કપ, ઈજાગ્રસ્ત અક્ષર પટેલને સ્થાને સમાવેશ કરાયો
- World Cup 2023 : યુવરાજ સિંહે વર્લ્ડ કપની ટીમ પસંદગી લઈને ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું