અમદાવાદ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના રાઇટ્સ મેળવ્યા બાદ ટાટા ગ્રુપ મુંબઈમાં 4 માર્ચથી શરૂ થતી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL) ના ખિતાબના રાઇટ્સ પણ પ્રાપ્ત કર્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ટ્વીટ કરીને આ મામલે જાહેરાત કરી હતી. જય શાહે ટ્વિટર પર લખ્યું… મને એ જાહેરાત કરતાં અત્યંત આનંદ થાય છે કે ટાટા ગ્રુપ પ્રથમ WPLનું ટાઇટલ સ્પોન્સર હશે. તેમના સહયોગથી અમને વિશ્વાસ છે કે અમે મહિલા ક્રિકેટને આગલા સ્તર પર લઈ જઈ શકીશું.
WPLના ટાઇટલ રાઇટ્સ ટાટા ગ્રુપ પાસે: બીસીસીઆઈના એક સૂત્રએ PTI સાથે વાત કરતા જણાવ્યું હતું કે ટાટા ગ્રુપે પાંચ વર્ષ માટે રાઈટર્સ સુરક્ષિત કર્યા છે.ગયા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે વિવોને ટાઈટલ સ્પોન્સર મળ્યું હતું જે આ વર્સગે બદલાઈને ટાટા ગ્રુપે પોતાના કબ્જે લીધી હતું. મીડિયા અધિકારોના વેચાણથી BCCIને રૂ. 951 કરોડની આવક થઇ હતી અને પાંચ ટીમોને રૂ. 4700 કરોડમાં વેચવામાં આવી હતી.
આ પણ વાંચોInternational Cricket Match Records: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના રેકોર્ડને તોડવા ટીમ ઈન્ડિયા આગળ