ગુજરાત

gujarat

ETV Bharat / sports

લગ્નના 8 વર્ષ પછી ડિવોર્સ લેશે શિખર ધવન - આયેશા - cricket latest news

મેલબર્નની આયશાના પહેલા લગ્ન ઑસ્ટેલિયાના વેપારી સાથે થયા હતા. આ લગ્ન દરમ્યાન તેમની બે દિકરીઓ થઇ હતી. બાદમાં 2009માં તેમે શિખર ધવન સાથે સગાઇ કર્યા પછી 2012માં લગ્ન કરી લીધા હતાં લગ્નના આઠ વર્ષ પછી આ કપલ વિખૂટુ પડી રહ્યું છે.

લગ્નના 8 વર્ષ પછી ડિવોર્સ લેશે શિખર ધવન - આયેશા
લગ્નના 8 વર્ષ પછી ડિવોર્સ લેશે શિખર ધવન - આયેશા

By

Published : Sep 8, 2021, 6:06 PM IST

  • શિખર ધવન અને આયશા થઇ રહ્યાં છે અલગ
  • આયશાએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
  • અગાઉ પણ આયશાના થઇ ચુક્યાં છે ડિવોર્સ

ન્યૂઝ ડેસ્ક: ભારતીય ક્રિકેટર શિખર ધવનની પત્ની આયેશાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી જેમાં તેણે લગ્નના આઠ વર્ષ બાદ છૂટા થવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. મૂળ ઑસ્ટ્રેલિયાની આયષા આ પહેલા ઑસ્ટ્રેલિયાના એક વ્યવસાઇ સાથે લગ્ન કરી ચૂકી છે. તેની સાથે લગ્ન વિચ્છેદ થયા પછી તેણે શિખર ધવન સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતાં. આયેશા અને શિખર ધવનને એક પુત્ર પણ છે.

આયેશાએ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ

સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

પોતાની પોસ્ટમાં આયશાએ જણાવ્યુ હતું કે એક વખત ડિવોર્સ થઇ ચુક્યો છે. બીજી વખત ઘણું બધું દાવ પર લાગ્યું હતું ઘણું બધું સાબિત કરવાનું હતું. એટલે જ જ્યારે આ બીજા લગ્ન તૂટી રહ્યાં છે ત્યારે આ બધું ખૂબ જ ડરામણું છે. મેં વિચાર્યું હતું કે તલાખ ખરાબ શબ્દ છે. પહેલી વખત તલાખ થયા ત્યારે હું ખૂબ જ ડરી ગઇ હતી. હવે લાગી રહ્યું છે કે હું નિરર્થક છું. આયશાના આ પોસ્ટ પછી અન્ય મહિલાઓ પણ તેમને મદદની માટે આગળ આવી છે.

ABOUT THE AUTHOR

...view details