હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ બોર્ડ છે. તેને ઘણા ખેલાડીઓનું ભવિષ્ય બનાવ્યું છે. આ માટે BCCI ની આખી ટીમ સખત મહેનત કરે છે. આ સંબંધમાં, BCCI નવી ક્રિકેટ એકેડમીની સ્થાપના (Establishment of a New Cricket Academy) તરફ આગળ વધ્યું છે. બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે બેંગલુરુમાં નવી નેશનલ ક્રિકેટ એકેડમીનો (New National Cricket Academy) શિલાન્યાસ કર્યો છે.
નવી નેશનલ ક્રિકેટ એકેડમી
બેંગ્લોરમાં હજુ પણ નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy in Bangalore) છે. પરંતુ હવે તેને નવો લુક આપવા માટે ભવ્ય લુક આપવામાં આવી રહ્યો છે. ગાંગુલીએ તેની તસવીરો ટ્વીટ કરી છે. જેમાં નવી નેશનલ ક્રિકેટ એકેડમીનું ભવ્ય સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે.
જય શાહે નવી ક્રિકેટ એકેડમીની તસવીરો ટ્વીટ કરી છે. જેમાં તેની સાથે સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ પણ હાજર છે.