- ન્યુઝીલેન્ડ સામેની હારથી ભારતનો સેમિ-ફાઇનલનો રસ્તો મુશ્કેલ
- અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને હરાવે તો હજુ પણ ભારત માટે તક
- ભારતીય ટીમે નેટ રનરેટ ઊંચી લઈ જવી પડશે
દુબઈ: ICC T20 વર્લ્ડ કપ 'સુપર-12' (ICC T20 Cricket World Cup Super 12) મેચમાં ભારતની સતત બીજી હારે ફક્ત વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની હેઠળની ટીમને જ નથી હચમચાવી, પરંતુ કરોડો ચાહકોને પણ મોટો ઝાટકો આપ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખેલાડીઓ દ્વારા સંપૂર્ણ હોમવર્ક કર્યા બાદ ચાહકો 'મેન ઇન બ્લુ' (Men In Blue) તરફથી શાનદાર પ્રદર્શનની આશા રાખતા હતા.
નામિબિયા અને અફઘાનિસ્તાન કરતા પણ પોઇન્ટ ટેબલમાં ભારત નીચે
ભારત માટે એ કોઈ મોટા અપમાનથી ઓછું નથી કે 2 હાર, પાકિસ્તાનના હાથે 10 વિકેટે અને કેન વિલિયમ્સનની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટેના કારણે ટીમ ઈન્ડિયા ગ્રુપ-2 પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાન અને નામિબિયા જેવા દેશોથી પણ નીચે ધકેલાઈ ગઈ છે.
ભારતે નેટ રનરેટ સુધારવી પડશે
અત્યારે પાકિસ્તાન (3 મેચ 6 પોઇન્ટ), અફઘાનિસ્તાન (3 મેચ 4 પોઇન્ટ), ન્યુઝીલેન્ડ (2 મેચ 2 પોઇન્ટ) અને નામિબિયા (2 મેચ 2 પોઇન્ટથી) પણ પાછળ છે. આ પરિણામ સાબિત કરે છે કે વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમની હાલત કેટલી ખરાબ છે. કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમને હવે સૌથી વધારે આશાઓ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામેની મેચથી છે. ટીમ ઇન્ડિયાએ આ ટીમોને હરાવવી પડશે. આ સાથે એ પણ આશા છે કે અન્ય ટીમોના પરિણામ અને નેટ રન રેટ સમીકરણ તેમના પ્રદર્શનમાં વધારે સુધારો કરશે.
ન્યુઝીલેન્ડ સામે હાર બાદ કોહલીએ શું કહ્યું?
કેપ્ટન કોહલી જે વર્લ્ડ કપ પછી ભારતના T20 કેપ્ટન પદેથી રાજીનામું આપશે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની કારમી હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે, "મને નથી લાગતું કે અમે બોલ કે બેટથી એટલા મજબૂત હતા." કોહલીએ કહ્યું, "અમારી પાસે બચાવ કરવા માટે વધારે કંઈ નહોતું, જ્યારે અમે મેદાન પર ઉતર્યા ત્યારે અમે સારું પ્રદર્શન કરી શક્યા નહીં."