ગુજરાત

gujarat

ETV Bharat / sports

3ed ODI: ભારતે ટોસ જીતી બોલિંગ કરવા નિર્ણય કર્યો, બુમરાહ બહાર - England

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં એક ફેરફાર (Team India Playing Xi) કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અનફિટ હોવાના કારણે આ મેચમાં તે રમી રહ્યો નથી. આ કારણે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ અંતિમ મેચમાં બન્ને ટીમ જીતવાના હેતુંથી મેદાને ઊતરી છે.

3ed ODI: ભારતે ટોસ જીતી બોલિંગ કરવા નિર્ણય કર્યો, બુમરાહ બહાર
3ed ODI: ભારતે ટોસ જીતી બોલિંગ કરવા નિર્ણય કર્યો, બુમરાહ બહાર

By

Published : Jul 17, 2022, 5:38 PM IST

માન્ચેસ્ટર: રવિવારે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહેલી અંતિમ અને નિર્ણાયક ODI મેચમાં જોસ બટલરની આગેવાની હેઠળની ટીમ ઈંગ્લેન્ડ સામે ભારતના (Team India Playing Xi) કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ (Elected to Bowl First) કરવાનો નિર્ણય કર્યો. ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં બંને ટીમ 1-1થી બરાબરી પર છે. ભારત રવિવારની મેચ જીતીને શ્રેણી પર નામ લખવા માટે રમશે. જ્યારે આ મેચમાં ઈંગ્લેન્ડે (Team England Playing Xi ODI) પોતાની ટીમમાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યો નથી. ભારતે મેચની ધમાકેદાર શરૂઆત કરી છે. પહેલા બેયરસ્ટો અને પછી રૂટને આઉટ કરીને ઈંગ્લેન્ડને ફટકો માર્યો છે.

આ પણ વાંચોઃ વિરાટે ફોર્મમાં આવવા માટે પોતાનો રસ્તો જાતે જ શોધવો પડશેઃ કપિલ દેવ

હાર્દિકે વિકેટ લીધીઃપીચ પર માંડ સેટ થયેલા બન્ને બેટ્સમેનને હાર્દિકે આઉટ કરીને પેવેલિયન ભેગા કર્યા હતા. પછી જોસ બટલર અને મોઈન અલી બેટિંગ કરવા માટે આવ્યા હતા. 17 ઓવરમાં ચાર વિકેટના નુકસાનથી ઈંગ્લેન્ટ ટીમ મોટો સ્કોર કરવા આગળ વધી હતી. બે વિકેટ સીરાજે અને બે વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી હતી. જ્યારે રોહિત શર્માએ રૂટનો મસ્ત કેચ પકડી સિરાજને વિકેટ અપાવી હતી. રવિવારે રમાયેલી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ જીતશે તો ઈંગ્લેન્ડની ભૂમિ પર આઠ વર્ષ પછી મોટી જીત મળશે. આ સાથે એક નવો ઈતિહાસ લખાશે.

આ પણ વાંચોઃ પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, સિંગાપોર ઓપનનો ખિતાબ જીત્યો

100થી વધુ મેચઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 100થી વધારે મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી કુલ 56 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત થઈ છે. જ્યારે 2 મેચ ટાઈ થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ અને પ્રખ્યાત કૃષ્ણાનો સમાવેશ કરાયો છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (c/w), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રેગ ઓવરટોન, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, રીસ ટોપલીનો સમાવેશ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details