ગુજરાત

gujarat

By

Published : Jun 25, 2021, 10:58 AM IST

ETV Bharat / sports

1983 World Cup: આજનો દિવસ ભારતીયો માટે યાદગાર, આજથી 38 વર્ષ પહેલા જીત્યો હતો પહેલો ક્રિકેટ વર્લ્ડકપ

ભારતીયો માટે 25 જૂનનો દિવસ ખૂબ જ મહત્વનો છે. કારણ કે, આજથી 38 વર્ષ પહેલા વર્ષ 1983માં આ જ દિવસે ભારત વન ડે ક્રિકેટમાં વિશ્વ ચેમ્પિયન બની વર્લ્ડ કપ (1983 World Cup) જીત્યો હતો. આ સાથે જ 25 જૂન 1932ના દિવસે લોર્ડ્સમાં ભારતે ટેસ્ટ ક્રિકેટ (Test cricket)માં ડેબ્યુ કર્યું હતું.

1983 World Cup: આજનો દિવસ ભારતીયો માટે યાદગાર, આજથી 38 વર્ષ પહેલા જીત્યો હતો પહેલો ક્રિકેટ વ1983 World Cup: આજનો દિવસ ભારતીયો માટે યાદગાર, આજથી 38 વર્ષ પહેલા જીત્યો હતો પહેલો ક્રિકેટ વર્લ્ડકપર્લ્ડકપ
1983 World Cup: આજનો દિવસ ભારતીયો માટે યાદગાર, આજથી 38 વર્ષ પહેલા જીત્યો હતો પહેલો ક્રિકેટ વર્લ્ડકપ

  • ભારતીયો માટે 25 જૂનનો દિવસ ખૂબ જ મહત્વનો
  • આજથી 38 વર્ષ પહેલા 1983માં ભારતીય ક્રિકેટ ટીમે પહેલો વર્લ્ડ કપ(1983 World Cup) જીત્યો હતો
  • આજના દિવસે જ 1932માં ભારતે લોર્ડ્સમાં ટેસ્ટ ક્રિકેટ (Test Cricket)માં ડેબ્યુ કર્યું હતું

ન્યૂઝ ડેસ્કઃ આજથી 38 વર્ષ પહેલા જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) વનડે ક્રિકેટની વર્લ્ડ કપ (1983 World Cup)ની મેચ રમી રહી હતી. ત્યારે કોઈને એવું લાગતું પણ નહતું કે ભારત વર્લ્ડ કપ જીતી શકશે, પરંતુ ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવ (Kapil Dev)ની સૂઝબૂઝના કારણે ભારતે આખરે પહેલી વખત વર્લ્ડ કપ જીતી જ લીધો. એ તારીખ હતી 25 જૂન 1983. ક્રિકેટના ચાહકો સહિત ભારતીયોને આ તારીખ યાદ જ હશે. આ જ દિવસે ભારતીય ઈતિહાસમાં એક નવી સિદ્ધિ ઉંમેરાઈ હતી.

આ પણ વાંચો-ધોનીની આગેવાની હેઠળ 28 વર્ષ બાદ ભારત બન્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

ભારતીય ટીમ 183માં આઉટ થઈ તો લોકોએ વર્લ્ડ કપની આશા છોડી દીધી હતી

કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) પહેલી વખત વર્લ્ડ કપ રમવા મેદાને ઉતરી હતી, પરંતુ ભારતીય ટીમ જ્યારે 183 રન બનાવીને આઉટ થઈ ત્યારે શંકા થતી હતી કે ભારત ચેમ્પિયન બની શકશે કે નહીં. ભારતના મધ્યમ ગતિના બોલર્સ સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 140 રન પર આઉટ થઈ ગઈ હતી. જો પોતાની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ 189 અને 187 રન પર આઉટ થઈ ગઈ હતી તો પોતાની પહેલી વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં પણ 183 રનથી આગળ વધી નહતી શકી. કપિલ દેવે વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ શરૂ થતા પહેલા સાથીઓને કહ્યું હતું કે, હું ફક્ત એટલું કહેવા માગું છું કે, આગામી ત્રણ કલાક પૂરો આનંદ લો. જો આપણે આગામી ત્રણ કલાકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું તો આ યાદો જીવનભર આપણાથી જોડાઈ જશે અને પછી એવું જ થયું. જે રીતે મોહમ્મદ નિસારે 51 વર્ષ પહેલા હરબર્ટ સટક્લિફને 2 રન પર બોલ્ડ કરીને ભારતને શાનદાર જીત અપાવી હતી તે જ રીતે બલવિન્દરસિંહ સંધૂએ ગોર્ડન ગ્રીનિઝની ગિલ્લી ઉડાડીને ભારતીયોમાં જોશ ભરી દીધો હતો.

આ પણ વાંચો-ICC T-20 વર્લ્ડ કપ સ્થગિત કરવાનો નિર્ણય મંજૂરઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા

કપિલ દેવે ટીમમાં ભર્યો હતો જોશ

વર્ષ 1983ની વર્લ્ડ કપ (1983 World Cup)ની ફાઈનલ મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India and West Indies)વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કપિલ દેવે (Kapil Dev) ટીમમાં પૂરો જોશ ભરી દીધો હતો. કપિલ દેવે (Kapil Dev) વિવિયન રિચર્ડ્સ (Vivian Richards)નો મુશ્કેલ કેચ પકડીને જોશને બમણો કર્યો હતો. વિવિયન રિચર્ડ્સે (Vivian Richards)એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું વિશ્વાસ સાથે એ કહી શકું છું કે, કપિલ દેવ (Kapil Dev) સિવાય અન્ય કોઈ ખેલાડી તે કેચ ન પકડી શકત. કપિલ દેવે (Kapil Dev) ભારતીય ક્રિકેટ (Indian Cricket)ને બદલી નાખી હતી. રિચર્ડ્સે ત્યારે 28 બોલ પર 7 ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા અને તેનાથી અનુમાન લગાવી શકાય છે કે, તે જીતને કેટલી સરળ બનવનારી હતી. ત્યારે રિચર્ડસે મદનલાલ (Madan Lal)નો બોલ મિડવિકેટની ઉપર હવામાં રમ્યો હતો. કપિલે મીડઓનથી પાછળની તરફ ભાગીને તેનો કેચમાં બદલી કાઢ્યો હતો અને અહીંથી મેચની દિશા બદલાઈ ગઈ હતી. જોકે, સી. કે. નાયડૂની ટીમે 25 જૂન 1932ને ઈંગ્લેન્ડની શીર્ષ ક્રમ (એક સમયે ત્રણ વિકેટ પર 19 રન)ને આશ્ચર્યજનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માં પોતાની જીવંત ઉપસ્થિતિ દર્શાવી હતી તો કપિલ દેવના જાંબાઝોએ 1983માં ભારતના વર્લ્ડ ક્રિકેટ પર રાજ કરવાનો પાયો નાખ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details